Homeગુજરાતરાજકોટરાજકોટના આજીડેમ પર SRP જવાનો બન્યા આકર્ષણનું કેન્દ્ર

રાજકોટના આજીડેમ પર SRP જવાનો બન્યા આકર્ષણનું કેન્દ્ર

-

રાજકોટ ન્યુઝ : આગામી 15મી ઓગસ્ટે (15th August) આપણાં દેશને આઝાદી મળ્યે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, એટલે અત્યારે આપણે આઝાદીનું 75મુ વર્ષ ઉજવી રહ્યા છે. આઝાદીના આ ઉત્સવને આખો દેશ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અંતર્ગત પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ રાખવા માટે વિનંતી કરી છે. ત્યારે રાજકોટ શહેર (Rajkot City)માં SRP દ્વારા આજીડેમ ખાતે અવનવા કરતબ કરીને તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત આજે રાજકોટ શહેર SRP જુથ 13ના SDRF ટીમના અધિકારીઓ અને જવાનો દ્વારા આજીડેમ ખાતે બોટિંગ તેમજ સ્વિમિંગ કરીને તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. SRP જવાનોના આ કરતબ જોવા માટે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

વધુ વાંચો- યાત્રાધામ વીરપુરમાં ખેડૂતોએ બળદ ગાડા તેમજ ખેતરમાં તિરંગો લહેરાવ્યો

Aji dam water sport Tiranga sdrf srp group rajkot har ghar tiranga celebration
Aji dam SRP SDRF Team Har Ghar Tiranga Celebration

SDRF ટીમનું મુખ્ય કામ કુદરતી આપદામાં લોકોનું રક્ષણ અને બચાવ કરવાનું છે, પરંતુ આઝાદીના 75 વર્ષની ઉજવણી દરમિયાન આવા કરતબ કરીને તેમણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

Aji dam Tiranga sdrf srp group rajkot har ghar tiranga
Aji dam SRP SDRF Team Har Ghar Tiranga Celebration

આગામી 13થી 15 ઓગસ્ટ સુધી પ્રધાનમંત્રી દ્વારા લોકોને પોતાના ઘર ઉપર તિરંગો લગાવવા માટે અપીલ કરવામાં આવી છે, જેને લઈને ઘણા બધા સામાન્ય નાગરિકો દ્વારા પ્રધાનમંત્રીની આ અપિલને માનીને પોતાના ઘર ઉપર તિરંગો લગાવવામાં આવ્યો છે, તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ અલગ-અલગ રીતે તિરંગા યાત્રા કરવામાં આવી રહી છે.

વધુ વાંચો- અમદાવાદ યુનિવર્લ્ડમાંથી વિઝા માટે બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું

તેવી જ રીતે આજે રાજકોટ શહેર SRP દ્વારા પણ એક અલગ પ્રકારની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. SRP જવાનોની આ તિરંગા યાત્રા અને કરતબો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

Must Read