Rajkot News રાજકોટ : રાજકોટમાં અભ્યાસ વિના જ બોગસ સર્ટીફિકેટ આપવાનો મામલે ઝડપાયેલા આરોપીનો નવા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. જેમાં રાજકોટના આરોપી શખ્સે દિલ્હી ખાતેથી હાયર સેકન્ડરી બોર્ડ ઑફ દિલ્હી નામથી સંસ્થા રજિસ્ટર કરી નકલી સર્ટિફિકેટનો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસે આ મામલે રાજકોટના જંયતિ સુદાણી બાદ ખાંભાના શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં બોગસ સર્ટિફિકેટ મામલે ક્રાઈમ બ્રાન્ચે ડમી ગ્રાહક મોકલી SEIT એજ્યુકેશન નામની ઓફિસમાં દરોડો કર્યો હતો. જ્યાં વિના અભ્યાસે બોગસ સર્ટિફિકેટ વેચવાનો કારોબાર ઝડપાયો હતો. પોલીસને હાથ લાગેલા આરોપી જયંતિ સુદાણી મામલે ઊંડી તપાસ કરતા પોલીસને હાથ ચોંકાવનારો મામલો લાગ્યો હતો. જેમાં આરોપી જંયતિ સહિત અન્ય આરોપીઓ મળી 57 જેટલી શાળાઓને બોગસ સર્ટિફિકેટ ધાબડી દેતા હતા. પોલીસે આ મામલે ખાંભાના કેતન જોષીની પણ ધરપકડ કરી છે.
પોલીસે લક્ષ્મીનગર મેઈન રોડ પર કરેલા દરોડામાં જંયતિ સુદાણીની SEIT એજ્યુકેશન નામની ઓફિસમાંથી કબ્જે કરેલા હાયર સેકન્ડરી બોર્ડ ઑફ દિલ્હી Higher secondary board of Delhi લખેલા કવર સાથેના સર્ટીફિકેટ મળ્યા હતા. જે બોર્ડના તપાસ કરતા આગળ વધેલી પોલીસને માહિતી મળી હતી કે આ નકલી સંસ્થા ખાંભાનો કેતન જોષી ચલાવતો હતો. જેના આધારે પોલીસ ખાંભાના કેતન જોષીની ધરપકડ કરી હતી.
પોલીસે ખાંભાના કેતન જોષીની ધરપકડ કરી પુછપરછ કરતા નવું કૌભાંડ સામે આવ્યુ હતું. પોલીસે જણાવ્યું કે, અશોક લાખાણી અને પાંડે નામના શખ્સે વર્ષ 2011માં દિલ્હી જઈ હાયર સેકન્ડરી બોર્ડ ઑફ દિલ્હી નામથી એક સંસ્થા રજિસ્ટર કરી હતી. જેમાં અશોક અને પાંડે અને રાજકોટનો જયંતિ સુદાણી ટ્રસ્ટી તરીકે જોડાયા હતા.
Rajkot News રાજકોટના બોગસ સર્ટિફેકટ કૌભાંડ બાદ હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી પણ બોગસ નિકળ્યું

આ સંસ્થાના નામે જ્યારે આરોપી જયંતિ સુદાણી સહિતના કોઈ ડિપ્લોમાના સર્ટિફિકેટ માંગે તો રાજકોટનો અશોક લાખાણી દિલ્હી ખાતે નોંધણી થયેલી
રાજ્યભરમાં નકલી સર્ટિફિકેટ અપાતું હતું હાયર સેકન્ડરી બોર્ડ ઑફ દિલ્હીના નામના સર્ટિફિકેટ મોકલતો હતો. પોલીસની માહિતી મુજબ આરોપીઓ એ ગુજરાતની 57 શાળા સાથે વ્યવહાર કરી નકલી સર્ટિફિકેટ ધાબડ્યા હતા. કોરોનામાં અશોક લાખાણીનું મૃત્યુ થતાં આ વહીવટ અશોકની પત્ની પાસેથી ખાંભાના કેતન જોશીએ સંભાળ્યો હતો. બાદમાં કેતન જોષી રાજ્યમાં વિવિધ સ્થળો પર બોગસ સર્ટિફિકેટ આપતો હતો.
આ સર્ટિફિકેટ આપવા માટે આરોપી દ્વારા પરીક્ષા અને પેપર ચેકિંગના તરકટ પણ રચવામાં આવતા હતા. જેમાં કેતન જોષી વેરિફિકેશના નામે સર્ટિફિકેટ ખાંભાથી તૈયાર કરી મોકલતો હતો. પોલીસે આ મામલે રાજ્યના અન્ય કેટલાય લોકો છેતરપિંડીના ભોગ બન્યા હોવાની શંકાના આધઆરે અલગથી ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.
પાંડે નામના શખ્સને વર્ષ 2013માં દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી કરી. ત્યારે આરોપી પાંડેએ પોલીસ સમક્ષ આ બોગસ સંસ્થા હોવાની કબૂલાત કરી હોવાની પણ માહિતી મળી રહી છે. જેમાં આપીઓ નર્સિંગ સહિતના અભ્યાસના કોર્સના બોગસ સર્ટિફિકેટ વેચતા હતા.