Homeગુજરાતરાજકોટઆટકોટ આવતા પ્રધાનસેવક મોદીની સુરક્ષા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જ

આટકોટ આવતા પ્રધાનસેવક મોદીની સુરક્ષા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જ

-

Rajkot News રાજકોટ : આગામી તારીખ 28 મે ના રોજ પ્રધાનસેવક નરેન્દ્ર મોદી રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી આટકોટમાં કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રધાનસેવક નરેન્દ્ર મોદી સહિત રાજ્યના નેતાઓ અને મંત્રીઓ પણ આટકોટની કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે. ત્યારે સુરક્ષાનો પણ સવાલ પેદા થાય તે સ્વાભાવિક છે. જેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય પોલીસે ચુસ્ત વ્યવસ્થા કરી છે. જેમાં કુલ 5 ઝોનમાં બંદોબસ્ત વહેંચવામાં આવ્યો છે. આ તમામ 5 ઝોન પર પોલીસ અધિક્ષક કક્ષાના 8 અધિકારી અને ઝોન વાઈઝ સુપરવિઝન કરવામાં આવશે.

આટકોટ આવતા PM મોદીની સુરક્ષા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જ: Rajkot News

બંદોબસ્ત માટે પોલીસે બનાવેલા 5 ઝોનમાં કુલ 19 નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી ઈન્ચાર્જ તરીકે કાર્ય કરશે. ઉદઘાટન સ્થળ સહિતના બંદોબસ્ત માટે પોલીસે 32 પોલીસ ઈન્સપેક્ટર, 97 પોલીસ સબ ઈન્સપેક્ટર, 959 પોલીસ કર્મચારીઓ, 442 GRD જવાન, 1 કંપની SRPF અને 4 ચેતક કમાન્ડોની ટીમ સજ્જ રાખવાનો નિર્ણય કર્યો છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...