Rajkot News : સિટી બસો (RMTS)માં ટેક્નીકલ ખામીને કારણે ઘણીવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે આજે સવારે રાજકોટના મહિલા કોલેજ અંડરબ્રિજમાં સિટી બસ (City bus)ના અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક એક્ટિવા ચાલક મહિલાને બચાવવા માટે સિટી બસના ડ્રાઇવરે બ્રેક મારી હતી પણ બ્રેક લાગી જ નહી અને ડ્રાઇવરે સમયસુચકતા વાપરીને સિટી બસને અંડરબ્રિજની દીવાલ સાથે અથડાવી દીધી હતી. જેથી બસની અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ સદ્ ભાગ્યે કોઇ મુસાફરને ઇજા પહોંચી ન હતી.
ડ્રાઇવર અજય રાણાના જણાવ્યા અનુસાર, તેઓ ઢાળ ઉતરીને ત્રિકોણબાગ બાજુ જતા હતા. આગળ ફોરવ્હિલના ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી. આ ફોરલ્હિલ પાછળ મોટી ઉંમરના મહિલા એક્ટિવા ચલાવી રહ્યા હતા. તેથી કારની પાછળ તેઓનું એક્ટિવા અથડાઇ ગયું હતું અને મહિલા જમીન પર પડી ગયા હતા.
અધધ… ગુજરાતમાં નોટરી થવા માટે 9 હજાર અરજીઓ, જાણો શું છે કારણ ?
જેમની પાછળ જ બસ ચલાવી રહેલા અજય રાણાએ મહિલાને બચાવવા માટે બ્રેક મારી હતી પરંતુ બ્રેક લાગી ન હતી. જેથી તેઓએ બ્રિજની દીવાલ સાથે બસને અથડાવીને રોકી હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. બસની અંદર 17 થી વધુ મુસાફરો હતા. પરંતુ સદ્ ભાગ્યે કોઇને હાનિ પહોંચી ન હતી. ત્યારબાદ તે તમામને બીજી બસમાં બેસાડી દીધા હતા. અંડરબ્રિજમાં રસ્તો પણ બહુ ચીકણો હોય છે. તેથી અવારનવાર વાહનો સ્લીપ થાય છે.
મોરબી પોલીસે ઘાતકી હથિયારો સાથે ફરતા દોઢ ડઝનથી વધારે આરોપી ઝડપ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ 15 દિવસ પહેલા જ શહેરના 80 ફૂટ રોડ ઉપર ચાલુ બસનું ટાયર નીકળી જતા એક બાળકીને ઇજા પહોંચી હતી. આથી બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં સિટી બસના ડ્રાઇવર સામતભાઈએ જણાવ્યું હતું કે, ત્રિકોણ બાગ ખાતે જ્યારે તેણે બસ ઉપાડી હતી ત્યારે તેણે એજન્સીના અધિકારીઓને ટાયરના ભાગે ટેકનિકલ ફોલ્ટ હોવાની જાણ પણ કરી હતી. તેણે બસ ચેક કરી ત્યારે ટાયરના ભાગે અવાજ આવી રહ્યો હતો. સાથે જ પ્લેટ પણ ચોંટી ગઈ હતી. પરંતુ ટેકનિકલ ફોલ્ટ મામૂલી હોવાના કારણે એજન્સીના અધિકારીઓ દ્વારા બસને રૂટ ઉપર દોડાવવાની સૂચના આપવામાં આવી હતી.