Rajkot News : રાજકોટ મનપા (RMC) ની પ્રોજેક્ટ શાખા દ્વારા રસ્તા પર રઝળતા તેમજ ફૂટપાથ પર કે મેદાનમાં સુઈ રહેતા લોકને રેનબસેરામાં મુકવામાં આવે છે. જેમાં તેમણે 19 દિવસમાં 76 લોકોને રેનબસેરમાં પહોંચાડ્યા છે. આ પ્રકારે ઘણી વખત મનપા દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે. પરંતુ આ પ્રકારે મળી આવતા લોકોને મુખ્યપ્રવાહમાં લાવવા માટેનો પ્રયાસ ન થતો હોય તેમ જણાય છે.
વધુ વાંચો- વડોદરામાં કેજરીવાલ પર દાવ થઈ ગયો ! જૂઓ વિડીયોમાં શું થયું
રસ્તા પર રઝળી ફૂટપાથને ઘર બનાવી રહેલા નિરાશ્રિત લોકોને આશ્રય આપવાનો ખુબ સારો પ્રયાસ કરાઈ છે. પરંતુ આ સાથે તેમને આશ્રિત ન બની જાય માટે મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પગલે લેવાય તે પણ જરૂરી છે. આ પ્રકારે ઘણા સુચનો પણ મળ્યા છે માટે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ તંત્રે રેનબસેરાની સુવિધા શરૂ કરી હતી.
વધુ વાંચો- રાજકોટમાં ભાજપના આ નેતાનું પોલીસ સાથે ઘર્ષણ: પ્રોટોકલ તોડતા અટકાવાયા હતા
19 દિવસમાં સોરઠિયા વાડી, જિલ્લા ગાર્ડન અને વેલનાથ પુર માસે મોરબી રોડ, ભાવનગર રોડ તેમજ આજીડેમ નજીક અને ગ્રીનલેન્ડ ચોકડી ઉપરાંત દરગાહ નજીક ભીક્ષાવૃતિ કરતા તેમજ રેસકોર્સ રિંગ રોડ પર ભિક્ષા માંગતા લોકોને રેનબસેરામાં ખસેડાયા છે.