Homeગુજરાતરાજકોટરાજકોટના લોકમેળામાં પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ કરે છે RMCનો ફાયર વિભાગ...

રાજકોટના લોકમેળામાં પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ કરે છે RMCનો ફાયર વિભાગ ?

-

રાજકોટ : કોના બાપની દિવાળી ! પ્રચલીત કહેવત જાણે રાજકોટના લોકમેળા (Rajkot Lok Mela)માં સાર્થક થતી હોય જોવા મળ્યું હતું. કારણ કે, સામાન્ય રીતે મેળો હોય ત્યાં વિવિધ રાઈડ્સ હોય પરંતુ અહિં લોકમેળામાં તો મહાનગરપાલિકા દ્વારા એક ફાયર વિભાગે જાણે અત્યાધુનીક અગ્નિશામક મશીનરીને વી.આઈ.પી. રાઈડ બનાવી હોય તેવો ઘાટ જોવા મળે છે. વળી આ મામલે ચીફ ફાયર ઑફિસ આઈ.વી. ખેર (Chief Officer I V Kher) સાથે વાત કરતા તેઓની બિન્દાસ્ત માનસિકતા છતી થતી જોવા મળી હતી.

ફાયરના સાધનોથી મણાય છે મેળાની મોજ ?

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર લોકમેળાનું આયોજન થયું છે, મેળામાં ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સાથે કલેકટર, પોલીસ અને મહાનગરપાલિકા તંત્રનો જોરદાર સુમેળ જોવા મળે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપાતકાલીન સ્થિતી સર્જાય તો તત્કાલ પહોંચી વળવા માટે ફાયર વિભાગની અત્યાધુનીક સુવિધાઓ પણ મેળામાં તૈનાત કરી છે. પરંતુ સંકટ સમયે વાપરવાની સામગ્રી ફાયર વિભાગના કર્મચારી અને અધિકારી પોતાની અને સબંધીઓની મોજ મજા માટે વાપરતા હોય તેવું જાણવા મળ્યું હતું.

પ્રજાના પૈસાથી ખાસ રાઈડનું કારણ શું આપ્યું ?

rajkot Lokmelo RMC Fire department Hydraulic Rescue vehicle use for Ride
રાજકોટના લોકમેળામાં બચાવ કામગીરી માટેના સાધનમાં રાઈડ ? : Rajkot Lok Mela 2022

ગત 18 ઑગસ્ટના રોજ લોકમેળામાં આ રાઈડમાં ખાનગી લોકોને સવાર કરી ફાયર વિભાગના કર્મચારીએ રાઈડ કરાવી હતી. કોના બાપની દિવાળી ! જેવા દ્રશ્ય જોવા મળતા પ્રજાના પૈસાનો વેડફાટ કેમેરામાં કેદ કરી સ્થળ પર હાજર કર્મચારી હાર્દિક ગઢવી સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે, તેઓ (બંને યુવતિઓ) પત્રકાર હતા અને તેમણે કાર્ડ બતાવ્યું એટલે તેમને બેસાડ્યા હતા. પરંતુ ખરેખર તેઓ પત્રકાર હતા તે મામલે હાર્દિક ગઢવી પુષ્ટી કરી શક્યા ન હતા કારણ કે ગઢવી બંને યુવતીના નામ-ઠામ કે હોદ્દા સુદ્ધા જણાવી શક્યા નહોતા.

વળી ચીફ તો કહે છે બેસાડ્યા તો શું થઈ ગયું !

આ વાહનને રાઈડની જેમ ઉપયોગ થવા બાબતે ચીફ ફાયર ઑફિસર આઈ.વી. ખેર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘ અમારા સ્ટાફ સિવાય કોઈ ન હોય તેમાં પણ અમે કંઈ રાઈડ ન કરાવતા હોય, અમે ચેક કરતા હોય અને કોઈએ કહ્યું હોય તો બેસાડ્યા હોય. અંતમાં તેઓએ જણાવ્યું કે બેસાડ્યા હોય તો એમાં શું થઈ ગયું ?’

મશીનના ખર્ચ અને તમારો પગાર પ્રજા ચૂકવે છે ખેર સાહેબ

આઈ.વી. ખેરના જવાબ પરથી જણાય છે કે કદાચ તેઓ પ્રજાના પૈસાથી પગાર મેળવતા સરકારી કર્મચારી છે અને વી.આઈ.પી. રાઈડની જેમ વાપરવામાં આવતું વાહન અને તેનું ઈંધણ પણ પ્રજાની કમાણીના પૈસાથી ચાલે છે તે વાત ભૂલી ગયા હશે.

મેયર અને મનપા કમિશનર કાર્યવાહી કરશે ?

સરકારી તિજોરીમાંથી વપરાતા નાણાનો કેવો દૂર ઉપયોગ અને વેડફાટ થાય છે તે મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા (Amit Arora RMC Commissioner) અને મેયર ડૉ. પ્રદિપ ડવ (Dr. Pardip Dav Mayor)નો ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના ફોન રિસિવ થયા ન હતા. ત્યારે આ મામલે કમિશનર અને મેયર કાર્યવાહી કરશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...