Homeગુજરાતરાજકોટરાજકોટમાં વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, મોંઘીદાટ સ્કૂલના 3 વિદ્યાર્થી ચોરીના રવાડે...

રાજકોટમાં વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, મોંઘીદાટ સ્કૂલના 3 વિદ્યાર્થી ચોરીના રવાડે ચડ્યા

-

Rajkot News રાજકોટ : રાજકોટમાં બેદરકાર વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૈસાદાર પરિવારના યુવાનો ચોરી કરવાના રવાડે ચઢ્યા હોવાનું સામે આવ્યું છે. આવું કરવા પાછળ બર્થ-ડે પાર્ટી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. હાઈપ્રોફાઈલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના શોખ પણ હાઈપ્રોફાઈલ થઈ જતા આવી મુશ્કેલી સર્જાઈ છે. આ ઘટનામાં શહેરની બે નામાંકિત SNK- અને ધોળકીયા સ્કૂલના 3 વિદ્યાર્થીઓ ઝડપાયા છે.

ચોરીની આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓએ લોખંડીની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે કન્સ્ટ્રક્શન સાઈટ પરથી 150 કિલો વજનના લોખંડની રિંગ ચોરી કરી હોવાનો આરોપ છે. આ વિદ્યાર્થીઓએ ચોરી કરવા માટે I-20 અને સ્કોર્પિયો કારનો ઉપયોગ કરતા હતા તેવી માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે, બિલ્ડરે કરેલી ફરિયાદના આધારે 27 જૂને ગુનો નોંધી રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશને 3 વિદ્યાર્થીઓની આ મામલે ધરપકડ કરી છે.

rajkot high profile school students thieving iron ring from construction site photo
કબ્જે લેવાયેલો મુ્દ્દામાલ

વિદ્યાર્થીઓ રૈયા રોડ પર આવેલી તુલસી સુપરમાર્કેટની સામે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટ પરથી લોખંડના સળીયાની રિંગની ચોરી કરી હોવાનો આરોપ છે. પોલીસે તપાસ કરી સીસીટીવી ફૂટેજ ચકાસતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પણ આ ચોર રિઢા ગુનેગારો નહીં પણ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી હોવાનું ખુલ્યું છે.

rajkot high profile school students thieving iron ring from construction site photo 2022

પ્રાપ્ત વિગતો મુજબ, ધરપકડ બાદ ત્રણેય વિદ્યાર્થીઓની પોલીસે પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. વિદ્યાર્થીઓએ કેફિયત આપી હતી કે, ત્રણેય મિત્રો છે અને એક મિત્રની બર્થ-ડે હતો. જે બર્થ-ડે મોંઘા ક્લબમાં ઉજવણી કરવા માટે પૈસા હતા નહીં અને પરિવાર પાસેથી માંગી શકાય તેમ ન હતા. જેના કારણે અંદાજે 150 કિલો લોખંડ ચોરી કરી હતી.

વધુ વાંચો- વિડીયો- સુરત ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન પાર પાડી આરોપી ઝડપી પાડ્યા

વધુ વાંચો- વિડીયો: જાહેરમાં ધુમ્રપાન ગેરકાયદેસર છે પરંતુ અહિં તો બગીચામાં હુક્કા પાર્ટીનું આયોજન થયું

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...