Homeગુજરાતરાજકોટશહેરમાં થતા વિકાસના કામોની સમિક્ષા કરી કલેકટરે અહેવાલ માંગ્યો | Rajkot News

શહેરમાં થતા વિકાસના કામોની સમિક્ષા કરી કલેકટરે અહેવાલ માંગ્યો | Rajkot News

-

એઇમ્સ, હિરાસર એરપોર્ટ, સાયન્સ મ્યુઝિયમ, જનાના હોસ્પીટલ, ડીસ્ટ્રીકટ કોર્ટ સહિતના કામોની સમીક્ષા કરી.

રાજકોટ(Rajkot News) તા. ૦૮ ઓકટોબરઃ- રાજકોટ જિલ્લાના મહત્વના માળખાકીય વિકાસ કાર્યો નિયત સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પરિપૂર્ણ થાય તે અંગેની સમીક્ષા બેઠક રાજકોટ કલેકટર(Collector) અરુણ મહેશ બાબુના(Arun Mahesh Babu) અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

સૌરાષ્ટ્રના આર્થિકશૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રના હબ સમાન રાજકોટમાં સ્માર્ટ સીટી મુજબના મહત્વના  આધુનિક માળખાકિય પ્રોજેકટસ જેવા કે એઇમ્સગ્રીનફિલ્ડ હિરાસર ઇન્ટરનશેનલ એરપોર્ટપ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમજનાના હોસ્પીટલડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ તથા માધાપર ઓવરબ્રિજ સહિતના વિકાસ કામો અંગે યોજાયેલી સમિક્ષા બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુએ સંબંધિત વિભાગો અને અમલીકરણ અધિકારીઓ પાસેથી થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ તકે કલેટકર અરૂણ મહેશ બાબુએ આ તમામ વિકાસકામો જાહેરજનતાની સુખાકારી માટે મહત્વપૂર્ણ હોઇ આ માળખાકીય વિકાસ કામો ગુણવત્તાસભર બને તથા નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી હોવાનું ભારપુર્વક જણાવતા વિકાસ કામો બાબતે ઉપયોગી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં એઈમ્સના નોડલ ઓફીસર અને પ્રાંત અધિકારી (ગ્રામ્ય) વિરેન્દ્ર દેસાઇહીરાસર એરપોર્ટના નોડલ ઓફીસર પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૨ ચરણસિંહ ગોહિલજનાના હોસ્પીટલ અંગેના નોડલ ઓફિસર ડો. કમલ ગોસ્વામી, તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી માર્ગ અને મકાન વિભાગ(શહેર) કાર્યપાલક ઇજનેર નીતિશ કામદારમાર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર ઝાલા તથા રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમના પ્રોજેકટ ડાયરેકટર ડો. સુમીત વ્યાસ સહીત સંબંધીત વિભાગોના  અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  |||

Must Read