Homeગુજરાતરાજકોટલાખોના પટોળાની ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, 4ની ધરપકડ

લાખોના પટોળાની ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, 4ની ધરપકડ

-

રાજકોટ : રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે આવેલી વી. જે. એન્ડ સન્સ નામની પટોળાની દુકાનમાંથી લાખોની કિંમતના પટોળાની ચોરી થઈ હતી. આ ભેદ ઉકેલવા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ રાત-દિવસ એક કરી રહી હતી. ત્યારે આજરોજ પટોળાની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. આ ચોરી પાછળ આરોપી પર વધેલું દેવું જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગત એવી છે કે, ગત તારીખ 21 જૂને વહેલી સવારના સમયે વી.જે. સન્સમાંથી રૂપિયા 46 લાખ 93 હજારના પટોળાની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ઈકો કારમાં ચોરી કરવા આવેલા ચોર દ્વારા દુકાનમાંથી મોંઘાદાટ પટોળા અને શાલની ચોરી થયા હોવાની ઘટના પોલીસ માટે પણ પડકાર હતી. જે ગુનાનો ભેદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માત્ર 2 દિવસમાં ઉકેલી આરોપીઓને 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે એક આરોપી સતનામસીંગ ઉર્ફે સત્યા રહે. કલોલની શોધખોળ ચાલું છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા આરોપી

  1. હરીભાઈ પાલજીભાઈ ગોહીલ, ઉંમર વર્ષ, 42
  2. સાહેબસીંગ ઉર્ફે રાજુ રેવરસીંગ ટાંક, ઉંમર વર્ષ 42
  3. સુજાનસીંગ સંતોકસીંગ ટાંક, ઉંમર વર્ષ 32
  4. મનીષભાઈ વાલજીભાઈ જીતીયા, ઉંમર વર્ષ 35

કબ્જે કરોલો મુદ્દામાલ

  • પોલીસે આરોપી પાસેથી રાજકોટના પટોળા 50 નંગ
  • પાટણના પટોલા 55 નંગ
  • રોજકોટી દુપટ્ટા 230 નંગ
  • પાટણના દુપટ્ટા 36 નંગ
  • પાટણના સીંગલ ઈક્કત પટોલા 45 નંગ
  • લેડીઝ પર્સ 47 નંગ, પટોળા ચણીયા 13 નંગ
  •  પ્રિન્ટેડ દુપટ્ટા પટોળા 12 નંગ
  • પટોળા સાલ 120 નંગ
  • ચોરીના ઉપયોગમાં લેવાયેલી ઈકો કાર સહિત રૂપિયા 37 લાખ 23 હજાર કરતા વધારોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પટોળા ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

પટોળા ચોરી પાછળ પોલીસને તપાસમાં આર્થીક સંડામણ અને દેણું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યા અનુસાર આરોપી હરીભાઈ પર દેણું વધી ગયુ હતું જે મામલે તેમને અન્ય આરોપી મનીષ જીતીયાને જણાવ્યું હતું. મનીષ જીતીયાએ જ્યારે દુકાનમાં વધારે પટોળા હાજર સ્ટોકમાં હોય તે જણાવવાનું હતું અને તે ટીપના આધારે ચોરીને અંજામ આપવાનો પ્લાન ઘડાયો હતો. બાદમાં આરોપી હરીભાઈ લિંબડીથી રૂપિયા 3 હજારમાં વીનુબાઈ પંડ્યા પાસેથી ઈકો કાર લાવ્યો અને ચોરીને અંજામ આપ્યો હતો.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...