HomeગુજરાતરાજકોટRajkot News - શહેરમાં યોજાય રાસ ગરબાની સ્પર્ધા, જેમાં શહેરની 16 ટીમોએ...

Rajkot News – શહેરમાં યોજાય રાસ ગરબાની સ્પર્ધા, જેમાં શહેરની 16 ટીમોએ ભાગ લીધો

-

તું કાળી ને કલ્યાણી રે માં, રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ જેવા ગરબાના તાલે ઝૂમી ઉઠી રાજકોટ શહેર કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા, રેકોર્ડિંગ વિના જ પરંપરાગત રીતે સાજીંદાઓ અને બહેનોએ જાતે જ ગરબા ગાયા

રાજકોટ( Rajkot News), તા.૦૮ ઓક્ટોબર – રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ સંચાલિત એચ.જે. ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સહયોગથી રાજકોટ શહેર કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૧-૨૨નું રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા તથા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ દિપપ્રાગટ્ય વડે કર્યો હતો.  

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

        આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાધેલાએ કહ્યું હતું કે, ગુજરાતનાં સંસ્કૃતિક વારસાનું જતન કરવાના ઉદેશ્યને પરિપુર્ણ કરવા છેવાડાનાં ગામડામાંથી માંડીને શહેરો સુધી કલામય વાતાવરણનું નિર્માણ કરીને પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવા અને કલાકારોની કળાને જાળવી રાખીને પુરસ્‍કૃત કરવાના અભિગમ સાથે પ્રતિવર્ષ શહેરી રાસ ગરબાનો કાર્યક્રમ રાજ્ય સરકારશ્રી દ્વારા યોજવામાં આવે છે. આવા કાર્યક્રમ થકી કલાકારો પોતાની કલાને ઉજાગર કરી શકે તે માટે પ્લેટકોર્મ મળી રહેે છે. 

આ પ્રસંગે અગ્રણી ગુણવંતભાઈ ડેલાવાળાએ તથા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

રાસગરબા એ ગુજરાતની લોકસંસ્કૃતિનું આગવું અંગ છે. રાસ અને ગરબાની પરંપરાની બાબતમાં ગુજરાતનો ઉજળો ઇતિહાસ અને સંસ્કૃતિની ભવ્યતા સહેજે ઉડીને આંખે વળગે તેવી છે. રાસની વાત એ ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી અને ગોપીઓ આપણને સહેજે યાદ આવી જ જાય આમ રાસ દ્વાપરયુગથી પ્રચલિત જોવા મળે છે. ગુજરાતની ગૌરવપૂર્ણ આ લોકસંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે વિભાગ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્ય પૂર્ણ કૃતિઓ રજુ કરાઈ હતી. આ કૃતિઓની મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કોઈ સીડી-ડીવીડી, યુએસબી કે રેકોર્ડિંગ વિના જ પરંપરરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘુમનાર બહેનો જ રાસ-ગરબા રમતા રમતા ગીતો પણ જાતે જ ગાયા હતા. આમ, તમામ રાસ અને ગરબાઓની પરંપરાગત પ્રસ્તુતિ કરાઈ હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આજની આ સ્પર્ધામાં અલગ-અલગ કુલ ૧૬ ટીમોના કૂલ ૨૮૦ થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં ૮ ટીમોએ પ્રાચીન ગરબામાં, ૫ ટીમોએ રાસમાં અને ૩ ટીમોએ અર્વાચીન ગરબામાં ભાગ લીધો હતો.જે પૈકી પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે આત્મીય યુનિવર્સિટી, બીજા ક્રમે અર્જુનલાલ હિરાણી પર્ફોમીંગ આર્ટસ કોલેજ અને ત્રીજા ક્રમે કે.જી.ધોળકિયા સ્કુલ (ગુજરાતી માધ્યમ) એ જ્યારે રાસમાં પ્રથમ ક્રમે નટરાજ કલા મંદિર, બીજા ક્રમે અર્જુનલાલ હિરાણી પર્ફોમીંગ આર્ટસ કોલેજ અને ત્રીજા ક્રમે જી.કે.ધોળકિયા સ્કુલ અને અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમે અર્જુનલાલ હિરાણી પર્ફોમીંગ આર્ટસ કોલેજ, બીજા ક્રમે વી.જે.મોદી સ્કુલ અને ત્રીજા ક્રમ કે.જી.ધોળકિયા સ્કુલ (ગુજરાતી માધ્યમ)એ મેળવ્યો હતો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

            પ્રાચીન ગરબામાં જસુમતીબેન વસાણી (રાજકોટ), યશવંતભાઈ લાંબા (જામનગર), કીર્તિદેવસિંહ ગોહિલ (ભાવનગર) રાસની કેટેગરીમાં યશવંતભાઈ લાંબા, જે.સી.જાડેજા અને મહેન્દ્રભાઈ અણદાણી તથા અર્વાચીન રાસની કેટેગરીમાં જસુમતીબેન વસાણી, મુકેશભાઈ રાવલ અને શ્રી કીર્તિદેવસિંહ ગોહિલ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.|||

Must Read