HomeગુજરાતરાજકોટRajkot Civil Hospital ખાતે PM મોદીનો Live કાર્યક્રમ યોજાયો

Rajkot Civil Hospital ખાતે PM મોદીનો Live કાર્યક્રમ યોજાયો

-

કાશીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શુભારંભ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળતા સિવિલ હોસ્પિટલના (Rajkot Civil Hospital ) કર્મયોગીઓ

રાજકોટ(Rajkot News), તા.૨ ઓક્ટોબર:- પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કાશી વારાણસીથી હાથ ધરાયેલા આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન સહિત અન્ય યોજનાઓના શુભારંભ કાર્યક્રમને રાજકોટ સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓ, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓએ ઓનલાઇન માધ્યમથી નિહાળ્યો હતો. ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રીશ્રીના દેશમાં ઝડપથી વધી રહેલી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને દિવાળીના તહેવારોમાં સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવા અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવાના આહવાનને સહર્ષ  વધાવ્યું હતું.

Rajkot Civil Hospital – પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો

સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ રસીકરણ મહા અભિયાનમાં યોગદાન આપનાર કર્મયોગીઓને બિરદાવ્યા હતા.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot civil live pm program- speech Mp rambhai Mokariya and MLA Lakhabhai sagathiya

લાઈવ પ્રસારણ કાર્યક્રમ પૂર્વે યોજાયેલા સ્થાનિક કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર વખતે સરકારી તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિત તમામ કર્મયોગીઓ રાતદિવસ દર્દીઓની સેવા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના રસીકરણમાં આપણે સિદ્ધિ મેળવી છે તેમ જણાવી તેઓએ કોરોનામાં રાજકોટની સિવિલ હોસ્પિટલ સહિત સરકારી દવાખાનાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે તેમ કહ્યું હતું અને સરકારના વિનામૂલ્યે સારવાર અભિયાનમાં કર્મયોગીઓએ  ખૂબ સેવા કરી છે તે અંગે તેમને વંદન સાથે અભિનંદન આપ્યા હતા. હજુ પણ દર્દીઓની આવી જ રીતે પરિવારજનોના ભાવથી અવિરત સેવા કરવા અનુરોધ કર્યો હતો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot civil live pm program speech – Rajkot Collector Arun Mahesh Babu

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોનાની મહામારીમાં સતત સેવા અને રસીકરણની નોંધપાત્ર કામગીરી અંગે તમામ સ્ટાફને બિરદાવ્યા હતા.

રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુએ કાર્યક્રમના પ્રારંભે સિવિલ અને હેલ્થ શાખાના કર્મચારીઓને બિરદાવી સરકારના આ અભિયાનને સફળ કરવા માટે તેમજ સ્વચ્છતા, બાકી રહેતા લોકોનું રસીકરણ અને સેવા ના ભાવથી આરોગ્યક્ષેત્રે હજુ વધુ સિદ્ધિઓ માટે પ્રેરણા આપી હતી.

Must Read