Rajkot News રાજકોટ : આજરોજ તારીખ 5 જૂનના રોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટના ઘંટેશ્વર ખાતે આવેલ ડેડીકેટેડ ઈ.વી.એમ. વેરહાઉસ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરતા રાજકોટ કલેક્ટર – Rajkot news

પર્યાવરણની રક્ષા માટે વૃક્ષોના વાવેતર અને જતન કરવાના સંદેશ આપતું વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી, પ્રાંત અધિકારી સંદીપ વર્મા તથા વીરેન્દ્ર દેસાઈ પણ હાજર રહ્યાં હતા. આ તકે તેઓએ પણ વેર હાઉસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપ્યું હતું. મામલતદાર, ચૂંટણી તથા મહેસૂલી કર્મચારીઓ, નાયબ વનસંરક્ષક, રાજકોટ રેન્જ, ફોરેસ્ટર, ઉત્તર વિભાગ, રાજકોટ તથા વનરક્ષક પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચો: વૃક્ષ કાપનારને ફાંસીની સજા થવી જોઈએ, 13 ઘટાદાર વૃક્ષોના કતલ પર રાજકોટવાસીઓ રોષે ભરાયા