Friday, May 13, 2022

ગંભીર આક્ષેપોનું કોકડું બંધ ! લોકોને ન્યાય મળે તે વાતમાં માલ નહીં: રાજકોટ

આજના તાજા સમાચાર ગુજરાત Rajkot : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ IPS Manoj Agarwal અને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પર ગંભીર આક્ષેપો લાગ્યા હતા. જેમાં કથિત તોડકાંડ, કમિશન કાંડ, અને અપહરણ જેવા આક્ષેપો લાગ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે મુખ્યમંત્રી CM Bhupendra Patel અને ગૃહરાજ્યમંત્રી HM Harsh Sanghavi એ પુરેપુરી નિષ્ક્રિયતા પણ સક્રિય રીતે બતાવી છે.

અન્ય પીડિતો મામલે તો તપાસનું ડિંડક પણ નહીં
રાજકોટમાં પોલીસ કમિશનર પર ધારાસભ્ય એ પત્ર લખી આક્ષેપ કર્યા બાદ સખિયા બંધુ સાથે થયેલા કથિત તોડકાંડની તપાસ વિકાસ સહાયને IPS Vikas Sahay સોંપવામાં આવી હતી. ટૂંકમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યના પ્રહાર બાદ તપાસનું નાટક રચવામાં આવ્યું. પરંતુ બાદમાં સ્વયં કેટલાક પીડિતો બહાર આવતા તેમની ફરિયાદોની તપાસના નામે ડિંડક શુધ્ધા નથી કરવામાં આવ્યું.

આક્ષેપોનું કોકડું બંધ ન્યાય મળે તે વાતમાં માલ નહીં: આજના તાજા સમાચાર Rajkot News

મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી પાસે કોઈ પાવર નહીં
સખિયા બંધુના આક્ષેપનો ધારસભ્ય ગોવિંદ પટેલ MLA Govind Patel અને રાજ્યસભા સાંસદ મોકરીયાના સમર્થન પુર્વક બળ મળતા તેની તપાસ શરૂ થઈ હતી. તપાસમાં શું મળે છે કે શું મળ્યું તે મહત્વનું નથી પરંતુ દરેક મુદ્દાની અને દરેક પીડિતોના મામલે ફરિયાદ લઈ તપાસ થાય તે જરૂરી હોય છે. પરંતુ અહિં તો અન્ય કેટલાક વેપારીઓ સહિતના નાગરિકોએ પણ પોતાની આપવિતી મીડિયા સમક્ષ જણાવી હતી. તેમજ કેટલાકે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ લેખિતમાં જાણ કરી છે. છતાં પણ તે મામલે તપાસ કરવામાં નથી આવતી, જે સ્પષ્ટ રીતે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પાસે કોઈ પાવર નથી પંરતુ ભાજપની હાઈકમાન્ડ પાસે પાવર છે તે સૂચવે છે. જેથી આડકતરી રીતે ભાજપ હાઈકમાન્ડે બનાવેલી સરકાર હજૂ હાઈકમાન્ડ જ ચલાવે છે.

માનીતાઓને તકલિફ પડે તેમ હશે
રાજકોટમાં પોલીસ કમિશનર સહિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી Vijay Rupani પર પણ આક્ષેપ થાય છે. આ ઉપરાંત રાજકોટન ભાજપના કેટલાક નેતાઓના નામ પણ પીડિતોની આપવિતીમાં સાંભળવા મળતા હતા. ત્યારે મહત્વનો સવાલ છે કે સરકાર દરેક નાગરિકની વેદના સમજી તપાસ કરવા કેમ નથી માંગતી ? શું સરકાર તપાસ આદરે તો ‘તેમના જ માનીતાઓને તકલિફ પડે તેમ હશે ?’

ન્યાય મળે તે વાતમાં માલ નથી
રાજકોટમાં કેવા કેવા અને કેટલા કાંડ થયા એ પત્રકારો અને મીડિયાના માધ્યમથી તાજેતરમાં સામે આવ્યા હતા. પરંતુ જે લોકો હજૂ પણ ભયમાં જીવે છે તે લોકો ને તો સરકારે સધીયારો આપવો જોઈશે, ત્યારે એ લોકો પણ પોલીસ અને તંત્ર સામે ફરિયાદ કરવા બહાર આવે. પણ નહીં સરકારે તો બહાર આવેલા પીડિતોના મામલે પણ આંખ આડા કાન કરી લીધા છે. માટે લોકોમાં ચર્ચા છે કે હવે લોકોને ‘ન્યાય મળે તે વાતમાં માલ નથી’.

આઝાદીની ઉજવણી પહેલા આઝાદીનો અહેસાસ તો કરાવો
પરંતુ અહિં તો સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ જેવા તાયફામાં વ્યસ્ત છે. સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે તેનો કોઈ વાંધો નથી પણ પ્રથમ નાગરિકોને આઝાદીનો અહેસાસ તો કરાવે.

- Advertisment -

Must Read

sri lanka new pm ranil Ranil Wickremesinghe gujarati news breaking

શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે સંસદમાં 1 બેઠક ધરાવતા રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

Gujarati News Live કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આજરોજ ગુરુવારે વરિષ્ઠ નેતા રાનિલ વિક્રમસિંઘેને નવા વડા પ્રધાન તરીકે શપથ...