Rajkot News : રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા એલઆઈજી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ફ્લેટનો કબ્જો સોંપવામાં આવ્યો નથી. મવડી વિસ્તારમાં 2 બીએચકે આવાસ યોજનાના લાભાર્થીઓ આ મામલે પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે લાભાર્થીઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું.
કેટલાક લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, આવાસ યોજના માટે કરવાની થતી તમામ પ્રક્રિયા પુર્ણ કરી દેવાઈ છે અને અમે હપ્તા પણ ચૂકવ્યા છે. છતાં પણ લોકાર્પણના વાંકે અમને ફ્લેટ આપવામાં નથી આવતા. જેના કારણે અમારે ભાડે મકાનમાં રહેતા હોય ભાડા ભરવા પડે છે.
આમ અમારા પર ઘરના ઘર માટેનો હપ્તો અને હાલના ઘરનું ભાડું પણ ભરવું પડતું હોય ડબલ બોજ સહન કરીએ છીએ. આ મામલે રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા ફ્લેટ સોંપવામાં આવ્યા નથી પરિણામે અમારે ધરણા કરી તંત્રને જગાડવા પ્રયાસ કરવો પડ્યો છે.
વધ વાંચો- શાપર પોલીસને ઊંઘતી ઝડપી LCBએ દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું: રાજકોટ