Rajkot News : રાજકોટ શહેરમાં રખડતા ઢોર (Stray Cattle) પકડવા નિકળતી રાજકોટ મહાનગરપાલિકા RMC ની ટીમ પર સતત હુલમાની ઘટના સામે આવે છે. બાદમાં રાત્રિના સમયે પોલીસ તંત્રને સાથે રાખી રખડતા ઢોર પકડવાની કાર્યવાહી થવા લાગી છે. ત્યારે હવે માલધારીઓ પોતાનો પક્ષ રજૂ કરવા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. જેમાં તેઓએ હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.
RMC કચેરી ખાતે ઉમટી પડેલા માલાધારી સમાજના કાર્ચકરોએ એક મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રિના સમયે RMC અધિકારી અમારા ઘરે આવે તો હુમલા જ થાય ને ! તેમણે જણાવ્યું હતું કે, દિવસે ઢોર પકડે તે યોગ્ય છે પણ રાત્રિના પકડે તે બંધ કરવું જોઈએ.

વધુ વાંચો– રાજકોટમાં રાજસ્થાનના એક સ્થળ જેવું નામ ધરાવતા મહોદય રખડતા ઢોર પકડાય તો છોડવા દબાણ કરે છે ?
એક ગુજરાતની ન્યુઝ વેબસાઈટ સાથે વાત કરતા માલધારી સમાજના કાર્યકરોએ જણાવ્યું હતું કે, RMC દ્વારા અમે ઘરે સુતા હોય ત્યારે ઢોર પકડી જવાય છે. ઉપરાંત પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે કે જાહેરમાં ધાસચારો ન વહેંચી શકાય તો રાજકોમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તેની કોઈ કાર્યવાહી કેમ નથી થતી.

માલધારી સમાજના આગેેવાનોએ આક્ષેપ કર્યો હતો કે તંત્રના અધિકારીઓ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવે છે. આ બાબતે માલધારી સમાજે રજૂઆત કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો- રાજકોટ: પોલીસ ચોપડે નોંધાયેલા ગુના હોવા છતાં ‘નીલ’ની પ્રેસનોટ કેમ ? પારદર્શિતા પર સવાલ