Homeગુજરાતરાજકોટલોધીકા પંથકમાં એસ.ટી. બસ અનિયમિત; સ્થાનિકોની આંદોલનની ચીમકી: રાજકોટ

લોધીકા પંથકમાં એસ.ટી. બસ અનિયમિત; સ્થાનિકોની આંદોલનની ચીમકી: રાજકોટ

-

લોધીકા ન્યુઝ : રાજકોટ (Rajkot)નો લોધીકા તાલુકો નાના-મોટા કુલ 38 ગામનો બનેલો છે અને અહીં તાલુકા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓ પણ આવેલી છે. તાલુકા મથક પર ગામના લોકો કામ સબબ અવાર-નવાર આવક જાવક માટે એકમાત્ર એસ.ટી બસ (ST Bus)નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ એસ.ટી તંત્ર દ્વારા લોધીકા (Lodhika)માં દોડતી બસો અનિયમિત દોડે છે જેના પરિણામે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ બાબતે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી રાજકોટ ડેપો ની રાજકોટ ખરેડી રાજકોટ ડાંગરવાડા તથા રાજકોટ કોઠા પીપળીયા રાજકોટથી ઉપડતી ત્રણ બસ રૂટ અનુક્રમે બપોરે 01:00 કલાકે બપોરે 01:30 કલાકે બપોરે 03:15 કલાકે ઉપડે છે.

વધુ વાંચો- કેજરીવાલ સરકારની કળા ? દિલ્હીના દાવા ખુલ્લા પાડતો અહેવાલ

વધુમાં આ બસ રૂટમાં નિયમિત રૂપે અભ્યાસ પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ પરત પોતાના ગામે જવા માટે આ બસ રૂટનો ઉપયોગ કરે છે. તેમજ લોધિકા તથા આજુબાજુના ગામોના વેપારી વર્ગ લોકો રાજકોટ ખરીદી કરવા જાય છે અને પોતાનું કામ પૂર્ણ કરીને ઉકત બસ રૂટો માં પરત આવે છે. પરંતુ આ ત્રણ રૂટ ક્યારે પણ તેના નિર્ધારિત સમય ઉપર ઉપાડતા નથી એક કલાકથી પણ વધુ મોડી ઉપડે છે. અવાર-નવાર આ બસ રૂટને કેન્સલ કરી દેવામાં આવે છે. આ અંગે રાજકોટ ડેપો મેનેજર મો.(63599 18736)નો ફોન ઉપર સંપર્ક કરવામાં આવે છે ત્યારે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી.

રજૂઆતો કરતા ઘણા સામાજિક કાર્યકરોના ફોન ઉપાડવામાં આવતા નથી અથવા બ્લેક લિસ્ટ માં નાખી દેવામાં આવેલ છે તેવી જ રીતે તેમનાથી નીચેની કેડરના કર્મચારીઓને ફોન કરવા છતાં કોઈ ફેર પડતો નથી. ઉકત ત્રણ રૂટમાં આ પંથકના વિદ્યાર્થીઓ નિયમિત રૂપે અપડાઉન કરે છે. ત્યારે ઘણી વખત આ રૂટ ને રાજકોટ કોઠા પીપળીયા પહોંચવાને બદલે રૂટને ટુંકાવીને અધ વચ્ચેથી લોધિકાથી પરત પાછી વાળી લેવામાં આવે છે. જેથી મુસાફરોને અને વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડે છે. ત્યારે મુસાફર જનતામાંથી ઉઠેલ ફરિયાદને ધ્યાને લઈ એસટી તંત્ર દ્વારા ઉકત રૂટ નિયમિત અને સમયસર દોડાવવામાં આવે એવી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓની માંગણી છે.

વધુ વાંચો- જામનગરમાં ભીડભંજન મંદિર પાસેનો મેળો કથિત રીતે ‘ગેરકાયદેસર’ બંધ કરાવવા માગણી

અન્યથા અનિયમિત એસ.ટી બસોથી ત્રાહિમામ થયેલ પ્રજાજનો દ્વારા ના છૂટકે આંદોલનના માર્ગ જવું પડશે તેવી રજૂઆત ગ્રામજનો તથા કોઠા પીપળીયા ના સામાજિક કાર્યકર ગૌરવ હંસોરા લોધિકાના સામાજિક કાર્યકર અશોકભાઈ વસોયા છગનભાઈ ઘીયાળ, મહેશભાઈ ઘડિયા, નેવિસ નકાણી વગેરે વાહન વ્યવહાર મંત્રી તેમજ વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર વગેરેને રજૂઆત કરેલ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...