Homeગુજરાતરાજકોટવૃક્ષ કાપનારને ફાંસીની સજા થવી જોઈએ, 13 ઘટાદાર વૃક્ષોના કતલ પર રાજકોટવાસીઓ...

વૃક્ષ કાપનારને ફાંસીની સજા થવી જોઈએ, 13 ઘટાદાર વૃક્ષોના કતલ પર રાજકોટવાસીઓ રોષે ભરાયા

-

Rajkot Live News રાજકોટ : ‘વૃક્ષ બચાવો વૃક્ષ તમને બચાવશે…’ ‘વૃક્ષ વાવો હરીયાળી લાવો…’ ‘વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો…’ આ પ્રકારના સુવિચાર સૌ કોઈએ વાંચ્યા/સાંભળ્યા હશે. ઉપરાંત સરકાર પણ વૃક્ષોનું જતન થાય અને લોકજાગૃતિ માટે પર્યાવરણ લક્ષી કાર્યકર્મોના આયોજન કરતી હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા પુસ્તકાલયના સંચાલકોને ઉપરોક્ત સુવિચાર કે સરકારી કાર્યકર્મના જ્ઞાનની જાણે કોઈ અસર થઈ નહોય તે રીતે 13 ઘટાદાર વૃક્ષોનું છેદન (Tree Cutting) કરી નાખ્યું છે. આ ઘટનાને કારણે રાજકોટના પ્રકૃતિ પ્રેમીઓની આંખ ભીની થઈ ગઈ હતી. આ મામલે સરકારની આંખ ઉઘાડવા આજરોજ જાગૃત નાગરિકોએ વૃક્ષોનું બેસણું રાખી વિરોધ નોંધાવ્યો હતો.

પુસ્તકાલય કે જ્યાં જ્ઞાનની સરીતા વહેતી હોય છે, પણ રાજકોટ જિલ્લા પુસ્તકાલય (Rajkot District Library) ના કારસ્તાનને કારણે જ્ઞાનની સરીતામાં 13 વૃક્ષોની લાશ તરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પુસ્તકાલયના સંચાલકો દ્વારા મેદાનના 13 વૃક્ષોને જડમૂળથી કાપી નાખવામાં આવ્યા છે. ઘટાદાર વૃક્ષોના જીવનને કાપી અંત આણનારા પુસ્તકાલયના તંત્ર વાહકો અને સંચાલકો વિરૂધ્ધ શહેરીજનોમાં રોષ ફાટી નિકળ્યો છે. પરિણામે આજરોજ તંત્રને જગાડવા પ્રકૃતિ પ્રેમીઓ (Environment Lovers) મેદાને પડ્યા છે.

વધું વાંચો- આ ખેડૂત ગામે-ગામ ફરી મફત કાપડની થેલી વિતરણ કરે છે ! કારણ જાણી સલામ કરશો…

13 ઘટાદાર વૃક્ષોના કતલ પર રાજકોટવાસીઓ રોષે ભરાયા – Rajkot Live News આજરોજ શહેરના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા કપાયેલા વૃક્ષના થડ પર ફૂલ અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. સાથે જ બેસણામાં હાજર સૌ પ્રકૃતિ પ્રેમીઓ પોક મુકી રડ્યા હતા. વૃક્ષોના છેદનથી વ્યથીત પ્રકૃતિ પ્રેમીઓએ રામધૂન પણ બોલાવી હતી. બાદમાં પ્રકૃતિ પ્રેમીઓ શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

rajkot district library 13 tree cutting citizens protest environment-lovers-were-outraged-over-the-felling-of-13-deciduous-trees
કપાયેલા વૃક્ષના સ્થળે ફૂલ અર્પણ કરી શ્રધ્ધાંજલી આપતા પ્રકૃતિ પ્રેમીઓ.

આ મામલે રિટાયર્ડ RFO અને નવરંગ નેચર ક્લબના વડા વી. ડી. બાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘જિલ્લા પુસ્તકાલયમાં 13 ઘેઘુર વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. આ મામલે અમે તપાસ કરી તો ખ્યાલ પડ્યો કે તેમને મંજૂરી તો વૃક્ષોની અવરોધ રૂપ ડાળીઓ કાપવા માટે માગી હતી પરંતુ ડાળીના બદલે આખે-આખા વૃક્ષ કાપી નાખવામાં આવ્યા છે. વૃક્ષોને જડમૂળથી કાપી નાખવા બદલ જવાબદારને ફાંસીની સજા થાય તેમ ઈચ્છીએ છીએ.’

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...