Homeગુજરાતરાજકોટમહાદેવ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર સ્વામી વિરૂધ્ધ મોરચો ખોલતું કરણીસેના, વકીલોએ ફોટાની હોળી...

મહાદેવ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર સ્વામી વિરૂધ્ધ મોરચો ખોલતું કરણીસેના, વકીલોએ ફોટાની હોળી કરી

-

Rajkot News : તાજેતરમાં પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદસાગર સ્વામી (Anandsagar Swami) એ અમેરિકામાં પ્રવચન દરમિયાન ભગવાન શિવ વિશે વિવાદીત ટીપ્પણી કરી હતી જેનો વિડીયો Video સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇ દેશભરનાં હિન્દૂ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, આનંદ સાગર સ્વામીએ ‘ભગવાન શિવ કોઇના દર્શન કરીને ધન્ય થયા અને તેને પગે લાગ્યા’ જેવા વિવાદિત નિવેદનો પોતાના પ્રવચન દરમિયાન કર્યા હતા. જેના કારણે શિવભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો- જાહેરમાં ઘાસચારા પર મનાઈ પણ દારૂ વેચાઈ છે ! રાજકોટ RMC કચેરી ખાતે માલધારીઓનો હલ્લા બોલ

રાજકોટમાં પણ આ મુદ્દે વિવિધ હિન્દુ સંગઠનો અને શિવભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઇ બી-ડિવિઝન પોલીસમાં અરજી કરવામાં આવી છે. સ્વામી આનંદ સાગરના નિવેદનને લઇને કરણીસેના આક્રમક મોડમાં જોવા મળી છે. કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાએ કહ્યું છે કે, “સ્વામી આનંદ સાગરે કરેલી ટિપ્પણીથી હિન્દૂ સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

દેવાધિદેવ મહાદેવને લઈને આવી ટિપ્પણી કરનાર આનંદ સાગર જાહેર સ્ટેજ પરથી માફી નહીં માંગે તો ટીંગાટોળી કરવાની ફરજ પડશે. કરણીસેના મહાદેવ વિશે આવી ટિપ્પણી કરી સમગ્ર હિન્દૂ સમાજ અને શિવભક્તોની લાગણી દુભાવનાર સ્વામીને કડક સજા થાય તેવી માંગ કરે છે”.

વધુ વાંચો- શિવજીના નિવેદન બાદ આનંદસાગર સ્વામીની ગુલાંટ મારી કહ્યું 7 દિવસની શિક્ષામાં આ કરશે

ત્યારે બીજી તરફ આ મામલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા સિવિલ કોર્ટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા હતા અને સ્વામી વિરોધી નારા લગાવીને તેના ફોટાની હોળી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વકીલો દ્વારા ભગવાન શિવ વિરૂધ્ધ ટિપ્પણી કરનાર સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. તેની સાથે જ વકીલોએ આ મુદ્દે મફત કેસ લડવાની પણ ખાતરી આપી હતી. જોકે સ્વામીએ પોતાનો માફી માંગતો વીડિયો જાહેર કર્યો છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...