Homeગુજરાતરાજકોટગેરંટી કાર્ડ વાળાની ગેરંટી કોણ લેશે ? AAPને આડેહાથ લેતા જયેશ રાદડિયા:...

ગેરંટી કાર્ડ વાળાની ગેરંટી કોણ લેશે ? AAPને આડેહાથ લેતા જયેશ રાદડિયા: રાજકોટ

-

સુરેશ ભાલીયા, Rajkot News : જેતપુરના રાજકારણ (Jetpur Politics)માં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાના એક નિવેદને ગરમાવો લાવી દિધો છે. રાદડિયા (Jayesh Radadiya)એ વિરપુર જુથ સેવા સહકારી મંડળી અને જેતપુરમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સામાન્ય સભાનું આયોજનમાં નિવેદન આપતા આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

રાદડિયાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની ટોળકી ગેરેંટી કાર્ડ વહેંચવા નીકળી છે પણ ટોળકીની ગેરંટી કોની પાસે લેવા જશો. અત્યાર સુધી કોંગ્રેસ હોય કે ભાજપ જેતપુરમાં કોઈ પાર્ટીએ ખંડણી નથી માગી પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આગમન થયું નથી ત્યાં તો કારખાનેદારો પાસે આમ આદમી પાર્ટીના લોકો દસ લાખની ખંડણી માગવા નીકળી પડ્યા છે. જો આવો પક્ષ સત્તામાં આવે તો આવા લોકો આપણા વિસ્તારમાં આવી જાય તો આપણી સુરક્ષાનું શું ?

જૂઓ શું કહ્યું જયેશ રાદડિયાએ

ઉપરાંત જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આપને જ્યારે મારાથી સારો ધારાસભ્ય મળે ત્યારે મને પાડી દેજો કે હવે મારીી જરૂરીયાત નથી. મારી તો નીચે બેસવાની પણ તૈયારી છે. પરંતુ જોજો એવા લોકો પાસે સત્તા ન જતી રહે જેને આપણે નથી ઓળખતા કે આપણી પાસે કોઈ ગેરંટી નથી.

વિડીયો- પત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું જૂઓ વિડીયો

Must Read