Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લામાં મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ જન આશીર્વાદ યાત્રા

રાજકોટ જિલ્લામાં મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ જન આશીર્વાદ યાત્રા

-

રાજકોટ(Rajkot), આજ રોજ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તથા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitu Vaghani)ની જન આશીર્વાદ યાત્રાનો(Jan Aashirvad Yatra) શુભારંભ કુવાડવા ખાતેથી કરવામાં આવ્યો હતો. સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા ભાજપના આગેવાનો અને સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા મંત્રી વાઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે. વિકાસના કાર્યો જન-જન સુધી પહોંચાડવાની નેમ સાથે અને ‘‘જ્યાં માનવી ત્યાં સુવિધા’’ના સંકલ્પ સાથે છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓના વિવિધ લાભો પહોંચે તે માટે સરકાર સતત કામ કરી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને દેશના વડાપ્રધાન તરીકે કામ કરતા નરેન્દ્રભાઈ મોદી સત્તામાં આવીને રાતદિવસ પ્રજાકલ્યાણલક્ષી કામો કરી રહયા છે. તે આપણા સૌ કોઈ માટે ગર્વની ક્ષણ છે. તેમના નેતૃત્વમાં સરકાર જનભાગીદારી થકી વિકાસના કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના દ્રઢ નિર્ણય સાથે રાજ્યની ભાજપ સરકાર કામગીરી કરી રહી છે, તેમ મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું.

Rajkot News Jan Aashirvad Yatra
Rajkot News Jan Aashirvad Yatra

મંત્રી વાધાણીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાનો લોકમત મેળવવા ભારતીય જનતા પાર્ટીની સરકાર, તેના મંત્રીઓ અને તેના કાર્યકર્તાઓ સતત કાર્યરત રહે છે. અમે બધા જનતાની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા સતત મહેનત કરીએ છીએ. સતત ૨૫ વર્ષ સુધી નગરપાલીકાઓ અને પંચાયતોને જીતવી અઘરી છે પણ તે અમારી પાર્ટીના નેતૃત્વ અને કાર્યકર્તાઓની નિષ્ઠાવાન કામગીરીના કારણે શક્ય બન્યું છે.

        આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી ભરતભાઈ બોઘરાએ પ્રાસંગીક ઉદબાોન કર્યું હતું.

આજની આ જન આશીર્વાદ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, આગેવાનો નાગનદાનભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહીત વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.|||

Must Read