Homeગુજરાતરાજકોટભેંસનું દૂધ અને ફેટ સ્પ્રેડના નમુના ફેલ થતા દંડ ફટકારતું રાજકોટ મનપા

ભેંસનું દૂધ અને ફેટ સ્પ્રેડના નમુના ફેલ થતા દંડ ફટકારતું રાજકોટ મનપા

-

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘કિશોર એન્ડ કંપની’ – ભક્તિનગર સ્ટેશન પ્લોટ -૫, કેન્કો હાઉસ, રાજકોટ મુકામેથી MICROLITE PREMIUM FAT SPREAD (500 GM PACKED)’ નો નમુનો લેબોરેટરી  રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક -રશ્મીકાંત કિશોરકાંત ગોડાને રૂ.૧૦,૦૦૦/- (દસ હજાર) નો દંડ, ઉપાદક પેઢીના નૉમિની -મહેન્દ્રભાઇ છોટાભાઈ પટેલને રૂ.૫૦,૦૦૦/- (પચાસ હજાર) નો દંડ, ઉત્પાદક પેઢી -GAGAR FOODS PVT. LTD.ને રૂ.૫૦,૦૦૦/- (પચાસ હજાર) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ભેંસના દૂધમાં ભેળસેળ બદલ રૂપિયા 5 હજારનો દંડ

  • ફૂડ વિભાગ દ્વારા ‘શ્રીજી ડેરી ફાર્મ’ – ક્રિશ્ના કોમ્પ્લેક્સ, શોપ નં.-૪, માધવ પાર્ક -૨, ગોવર્ધન ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ મુકામેથી ‘ભેસનું દૂધ (લુઝ)’ નો નમુનો લેબોરેટરી રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દીપેશકુમાર શાંતિલાલ મેઘપરાને રૂ.૫,૦૦૦/- (પાંચ હજાર) દંડનો હુકમ કરવામાં આવેલ છે.

8 કિલોગ્રામ વાસી નોન વેજનો નાસ

ફૂડ વિભાગ દ્વારા ભાવનગર રોડ, ચુનારાવાડ ચોકની બાજુમાં આવેલ મુબારક નોનવેજ રેસ્ટોરન્ટ પેઢીમાં ચકાસણી કરેલ, તપાસ દરમિયાન ૦૮ kg વાસી નોનવેજ પ્રિપેર્ડ ફૂડ નો જથ્થો નાશ કરેલ સ્થળ પર હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.      

2 કિલો વાસી ઈડલીનો નાશ

ફૂડ વિભાગ દ્વારા બાલક હનુમાન ચોક, પેડક રોડ પર આવેલ વિષ્ણુ ખમણ પેઢીમાં ચકાસણી કરેલ, તપાસ દરમિયાન ૦૨ kg વાસી ઇડલી નો જથ્થો નાશ કરેલ સ્થળ પર હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

નમુનાની કામગીરી

  • ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૫ નમૂના લેવામાં આવેલ
  1. બોનલેશ ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ –બિસ્મિલ્લાહ રેસ્ટોરન્ટ, સદર બજાર મેઇન રોડ, વિનોદ બેકરી સામે, રાજકોટ. 
  2. ચિકન બિરીયાની (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ –હુસેની કેટરર્સ -નુતન પ્રેસ રોડ, ઓરબીટ કોમ્પ્લેક્ષની સામે, સદર બજાર, રાજકોટ. 

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા નહેરુનગર ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૭ પેઢીની ચકાસણી કરવામાં આવેલ તથા ૦૯ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૦૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

લાઈસન્સની નોટીસ

  1. જય મંદિર કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ બાબતે નોટિસ
  2. જય કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ
  3. ખોડિયાર કોલ્ડ્રિંક્સ & આઇસક્રીમ -લાઇસન્સ બાબતે નોટિસ
  4. S.S. દાળપકવાન -લાઇસન્સ બાબતે નોટિસ
  5. સદગુરુ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ
  6. ભવાની ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ
  7. શિવ ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ
  8. બાપા સીતારામ ટી સ્ટોલ -લાઇસન્સ બાબતે નોટિસ
  9. ખોડિયાર પાન સેન્ટર -લાઇસન્સ બાબતે નોટિસ

સ્થળ પર ચકાસણી

  1. બારસાના ડેરી ફાર્મ
  2. કૈલાશ ફરસાણ & સ્વીટ
  3. મારુતિ સેલ્સ એજન્સી
  4. હરીયોગી લાઈવ પફ
  5. મિલન ખમણ
  6. મિલન ભેળ હાઉસ
  7. ગિરિરાજ ફાર્મસી
  8. નવનીત ડેરી ફાર્મ

વધુ સમાચાર- મોનિટરિંગ સેલના દરોડા બાદ પડધરી પોલીસ સફાળી જાગી બીજું ગેસ ચોરીનું કારસ્તાન ઝડપી પાડ્યું

Must Read