Homeરાષ્ટ્રીયબુલડોઝરની કાર્યવાહી પર વચગાળાનો આદેશ આપવા SCનો ઈનકાર આગામી સુનાવણી 10 ઓગસ્ટે

બુલડોઝરની કાર્યવાહી પર વચગાળાનો આદેશ આપવા SCનો ઈનકાર આગામી સુનાવણી 10 ઓગસ્ટે

-

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં બુલડોઝર (Bulldozer Action)ની કાર્યવાહી પર વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. આ સાથે કોર્ટે આગામી સુનાવણી માટે 10 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

ઉત્તર પ્રદેશ માં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કોઈપણ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. આ સાથે કોર્ટે આગામી સુનાવણી માટે 10 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.આર. ગવઈ અને પી.એસ. નરસિમ્હાની બેન્ચે કહ્યું કે, ‘નિયમનું પાલન કરવું જોઈએ. આમાં કોઈ વિવાદ નથી. જો નિયમ મુજબ બાંધકામ ગેરકાયદે છે તો અમે સત્તાધીશોને ડિમોલિશન અટકાવવા આદેશ કેવી રીતે આપી શકીએ.

જમિયતે કોર્ટમાં પસંદગીયુક્ત કાર્યવાહીનો આરોપ લગાવ્યો

જમીયતના વકીલે કહ્યું કે સરકાર રમખાણોના આરોપીઓ સામે પસંદગીપૂર્વક કાર્યવાહી કરી રહી છે. વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ પર ગુનાનો આરોપ છે, તો તેના ઘરને તોડી પાડવાની કાર્યવાહી આપણા સમાજમાં સ્વીકારી શકાય નહીં.

અમે કાયદાના શાસનથી ચાલીએ છીએ.’ આ દરમિયાન વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ પણ યુપી સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કાર્યવાહી માત્ર એટલા માટે રોકી શકાય નહીં કારણ કે એક વ્યક્તિ કેસમાં આરોપી છે.

યુપી સરકારે કહ્યું- દેશમાં માત્ર એક જ સમુદાય ભારતીય છે

આ સાથે તેમણે કહ્યું કે અરજદારોએ અખબારના અહેવાલોના આધારે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ નહીં. તેના પર અરજદારના વકીલે કહ્યું કે આવા ઘણાં કિસ્સા છે, જ્યારે પોલીસે આરોપીઓના ઘર તોડી પાડવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું, ‘કોમ્યુનિટી પસંદ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર સૈનિક ફાર્મ પોતે જ ગેરકાયદેસર છે, પરંતુ છેલ્લા વર્ષોમાં તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હીમાં જ ગેરકાયદેસર ફાર્મ હાઉસ જોવા મળે છે. કોઈ કાર્યવાહી થઈ નથી.

પસંદગીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરજદારના વકીલની આ દલીલ સામે સખત વાંધો ઉઠાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દેશમાં અન્ય કોઈ સમુદાય નથી. એક જ સમુદાય છે, જેને આપણે ભારતીય કહીએ છીએ.

યુપી સરકારના વકીલે કહ્યું- રમખાણો પહેલા કાર્યવાહી શરૂ થઈ હતી

તેમણે કહ્યું કે આવા આરોપો સાચા નથી. તોફાનો પહેલા જ અધિકારીઓએ આ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત જેમના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તેમને અગાઉથી નોટિસો આપીને કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી હતી.

વધુ સમાચાર- કોડીનાર-વેરાવળ હાઇવે પર સોમત નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ: ગીરસોમનાથ

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...