આજના તાજા સમાચાર ગુજરાત, ખેડૂત સમાચાર– Rajkot રાજકોટ : લોધીકા મામલતદાર કચેરીમાં એ.ટી.વી.ટી.સેન્ટર ATVT Center જે હાલ બીજા માળે કાર્યરત છે. ATVT સેન્ટર પર વિવિધ સરકારી કામકાજો ને લઈ ત્યાં મોટ સંખ્યમાં અરજદારોની અવરજવર રહેતી હોય છે. પરંતુ અરજદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
લોધીકા મામલતદાર કચેરી Lodhika Mamlatdar Office ખાતે આવેલા એ.ટી.વી.ટી. સેન્ટર ATVT Center પર અરજદારો 7/12 તેમજ 8 (અ) સહિત આવક ના દાખલા, જાતિના દાખલા સોગંદનામા, નોન ક્રિમીનલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ જેવી સંપૂર્ણ કામગીરી સબબ કચેરીમાં આવતા હોય છે. જેમાં કેટલાક અરજદારો વિકલાંગ તેમજ સિનિયર સિટીઝન પણ હોય છે. હવે જ્યારે એટીવીટી સેન્ટર બીજા માળ પર છે ત્યારે તેમને હાલાકી ભોગવવી પડે છે.
આજના તાજા સમાચાર ગુજરાત/લોધીકા મામલતદાર કચેરીમાં ATVT સેન્ટરમાં પડતી મુશ્કેલીઓની રજૂઆત
રજૂઆત કર્તાનું કહેવું છે કે, વળી અરજદારો ને છેક બીજા માળે જવું પડતું હોય અને વિકલાંગો માટે કે સનિયર સિટીઝન માટે આ કચેરીમાં લિફ્ટની વ્યવસ્થા ન હોય આ અરજદારોને પગથિયાં ચડીને ઉપર જવું પડતું હોય છે. જેના કારણે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે, આ એ.ટી.વી.ટી સેન્ટર પહેલા કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ હતું. પરંતુ હવે આ એટીવીટી સેન્ટર બીજા માળ પર ખસેડવામાં આવ્યું છે. જેને ફરી થી અરજદારોની સુવિધાને ધ્યાને રાખી ફરીથી ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવામાં આવે તેવી માંગણી સાથે લોધીકાના સામાજિક કાર્યકર ગૌરવ હંસોરા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયા, ડાયાભાઈ ઘાડીયા જીતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ રેવતુભા જાડેજા, મહેશભાઈ.વી .ઘાડીયા, છગનભાઈ ઘિયાળ એ રજુઆત કરેલી છે.