Rajkot News Gujarati રાજકોટ : ટી.પી. સ્કીમ નંબર 14, 15 અને 17માં વાણીજ્ય વેચાણ હેતુંની જમીન પર ગેરકાયદેસર થયેલું બાંધકામ કરવામાં આવ્યું દૂર. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં, ટી.પી. સ્કીમ 14માં 700 ચોરસ મીટર, ટી.પી. સ્કીમ 15માં 1000 ચોરસ મીટર, અને ટી.પી. સ્કીમ નંબર 17માં 4322 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે.
RMCની ટાઉન પ્લાનીંગ શાખા ઈસ્ટ ઝોન દ્વારા કરોડોની કિંમતની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે રૂપિયા 2 કરોડની 700 ચોરસમીટર જમીન ટી. પી. સ્કીમ નંબર 14ના અનામત પ્લોટમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. તેમજ ટી. પી. સ્કીમ નંબર 15માં રૂપિયા 3 કરોડની અનામત પ્લોટની જમીન તેમજ ટી. પી. સ્કીમ નંબર 17માં 4322 ચોરસ મીટર રૂપિયા 13 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે.
રાજકોટ RMC દ્વારા 18 કરોડની કિંમતની જમીન પરનું દબાણ દૂર કરાયું – Rajkot News Gujarati

આ દબાણ હટાવવાની કામગીરી સમયે ટાઉન પ્લાનીંગ સહિત, ફાયર વિભાગ, વિજિલન્સ વિભાગ, દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તેમજ બાંધકામ શાખાના ઈસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યાં હતા.