Rajkot News Gujarati રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા RMCના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા એસઆરપી [SRP]ના અધિકારી અને જવાનોને સર્ચ અને રેસ્ક્યુની તાલીમ આપી હતી. ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના મોરબી રોડ પર આવેલા ઈમરજન્સી રીસપોન્સ સેન્ટર [Emergency Response Centre]ખાતે આ તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં એસઆરપી ગ્રુપના અધિકારી અને કર્મચારી સહિત કુલ 63 વ્યક્તિને તાલીમ આપવામાં આવી હતી. જેમાં પોલીસ ઈન્સપેક્ટર, પોલીસ સબ ઈન્સપેક્ટર, એ.એસ.આઈ. અને કોન્સ્ટેબલને તાલીમ આપવામાં આવી હતી.
રાજકોટ અને આસપાસના વિસ્તારમાં પૂર, હોનારત, વાવાઝોડા કે ભૂકંપ સમયે તાત્કાલીક કામગીરી માટે એસઆરપીની સ્ટેન્ડ બાય ટીમને સર્ચ અને ઈમરજન્સી રીસપોન્સની તાલીમ આપવામાં આવી હતી. ગતરોજ તારીખ 14 જૂનના રોજ આપવામાં આવેલી તાલીક બાદ આગામી સમયમાં બે-ત્રણ દિવસની પણ તાલીમ આપવામાં આવશે તેવું મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Rajkot News Gujarati ચોમાસામાં ઈમરજન્સી માટે સજજ થતા SRP જવાનો: રાજકોટ

એસઆરપી ગ્રુપના અધિકારી અને કર્મચારીઓને સર્ચ એન્ડ રેસ્ક્યુની તાલીમફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર માર્ગદર્શન હેઠળ સ્ટેશન ઓફિસર એચ. પી. ગઢવી. તથાફાયર મેન વિકાસ રાઠોડ, વિપુલ સોલંકી, રમેશભાઇ જાળીયા તથા ડ્રાઇવર માનવ દુસરા સહિતના સ્ટાફ દ્વારા જીલ્લા તથા આસપાસના એરીયામા ભુકંપ, પુર – હોનારત, વાવાઝોડાના સમયે શું કરવું અને શું ન કરવું જોઇએ ? તેમજ સર્ચ એન્ડ રેસ્ક્યુ તથા બચાવ કામગીરી તેમજ જાનમાલનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગેની તાલીમ આપવામાં આવેલ હતી.
