Rajkot City News રાજકોટ : ગઈકાલે રામનવમીના તહેવાર દરમિયાન ખંભાતમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો હતો. આ મામલે રાજ્યની પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે. ત્યારે રાજકોટની પોલીસ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ બની કાર્ય કરી રહી છે. રાજકોટ પોલીસે જાહેરનામું બહાર પાડી લોકોને શાંતિ માટે અપીલ કરી છે. સાથે જ સોશિયલ મીડિયા મારફતે પોસ્ટ કરી કોમવાદ ફેલાવવા સબબ કડક હાથે કામ લેવાની પણ સુચના આપી છે. સાથે જ લોકોને આવી કોઈ અફવા મામલે ધ્યાન ન આપવા અને શાંતિ બનાવી રાખવા માટે અપીક કરવામાં આવી છે.
સોશિયલ Rajkot News – સોશિયલ મીડિયા પર કોમવાદ ફેલાવનાર પર રાજકોટ પોલીસ કરશે કાર્યવાહી
આજરોજ સોમવારના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા દ્વારા પોલીસે જાહેર જનતાને જાણ કરી છે કે, ગઈકાલે ખંભાતમાં બનેલી પથ્થરમારાની ઘટનાને અનુસંધાને અમુક લોકો દ્વારા જાહેર શાંતિ ભંગ કરવા તેમજ કૌમી વૈમનસ્ય પેદા થાય કરવા સોશિયલ મીડિયા પર શાંતિ ભંગ કરતી પોસ્ટ મુકી અફવા ફેલાવાઈ રહી છે.
જેના લીધે રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને અપિલ કરવામાં આવે છે કે, આ પ્રકારની કોઈ અફવા પર ધ્યાન આપવુ નહીં અને શાંતિ જાળવી રાખવી. સાથે જ કડક શબ્દોમાં જણાવ્યું છે કે, જો કોઈ આવી પ્રવૃતિ કરશે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ પણ સોશિયલ મીડિયા પર નજર રાખશે.
Read More Gujarati News :
ફિલ્મી સ્ટાઈલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુલમો કરી આરોપી અને મુદ્દામાલ ઉઠાવી ગયા: વડોદરા
વીડિયો: હિટ એન્ડ રન/પુરપાટ ઝડપે આવતી BMW કાર ડિવાડર કુદી સ્કૂટી ચાલક પર ફરી વળી
‘AAP’ ના મનીષ સિસોદિયા ગુજરાતની શાળાની મુલાકાતે, શિક્ષણમંત્રીના મતવિસ્તારની શાળાનું કર્યું વર્ણન