Homeગુજરાતરાજકોટસગીરાને ઉઠાવી જઈ ચાલુ બસમાં દુષ્કર્મ આચરના આરોપી ઝડપી પાડતી રાજકોટ પોલીસ

સગીરાને ઉઠાવી જઈ ચાલુ બસમાં દુષ્કર્મ આચરના આરોપી ઝડપી પાડતી રાજકોટ પોલીસ

-

રાજકોટ : ગતરોજ તારીખ 20 જૂલાઈના રોજ 16 વર્ષની સગીરા બસમાં દુષ્કર્મની શિકાર બન્યાની ઘટના નોંધાઈ હતી. આરોપીએ સગીરાને રૂપિયા 500 અને નવો મોબાઈલ ફોન આપવાની લાલચ આપી હતી. આરોપીએ ખાનગી બસમાં સગીરાને લઈ જઈ દુષ્કર્મ કર્યાનો આરોપ છે. ત્યારે ઘટના મામલે એ ડિવિઝન પોલીસે તાત્કાલીક ફરિયાદના આધારે તપાસ કરી 35 વર્ષીય આરોપી હનીફની આરબની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટની સિવિલ હોસ્પિટમાં 2 માસના પુત્રની સારવાર માટે આવેલી માતા પોતાના સંતાનો સાથે થોડા દિવસોથી હોસ્પિટલ કંપાઉન્ડમાં જ રહેતી હતી. ત્યાં તેની સાથે 16 વર્ષની સગીર પુત્રી અને તેના બે નાના ભાઈઓ પર સાથે હતા. દરમિયાન સગીરા પોતાના બંને ભાઈઓને લઈ શહેરના લોટરી બજાર પાસે જમવાનું લેવા ગઈ હતી. જ્યાં તેને હોન્ડા સવાર આરોપીનો ભેટો થયો હતો.

હોન્ડા બાઈક સવાર આરોપીએ સગીરા અને તેના ભાઈઓને બાઈક પર બેસાડી રેસકોર્ષ પાસે ચક્કર મરાવી હતી. બાદમાં સગીરાના બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલે બાઈક પરથી ઉતારી સગીરાને ચોટીલા ફરવા લઈ જવાનું કહી સાથ લઈ ગયો હતો. આરોપીએ સગીરાને ગ્રીનલેન્ડ ચોકડી પરથી એક સ્લીપર બસમાં બેસાડી હતી અને પહેલા રોકડ રકમની લાલચ આપી બાદમાં નવા મોબાઈલની લાલચ આપી હતી.

જ્યાં આરોપીએ સગીરાને ચાલુ બસમાં બસ જબરી કરી દુષ્કર્મનો ભોગ બનાવી હતી. બનાવની ફરિયાદ એ-ડિવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે બાળાની માતાની ફરિયાદ પરથી હનીફ આરબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મંગળવારની 19 જૂલાઈની રાત્રીના સમયે તેની માતા રાત્રીના સાડા અગિયાર વાગ્યા હોવા છતા નહીં આવતા તસગીરાને બાઈક સવાર લઈને જતા રહ્યાંની જાણ તેના બંને ભાઈઓએ માતાને કરી હતી. સગીરાની શોધમાં રહેલી માતાએ સિવિલમાં આવેલ પોલીસ ચોકીએ જઈ સંપર્ક કર્યો હતો. બાદમાં પોલીસ સાથે જ્યારે સગીરાને શોધી રહ્યા હતા ત્યારે અઢી વાગ્યા આસપાસ દિકરી મળી હતી.

સગીરાની માતાએ તેણીને પુછતા તેણે જણાવ્યું કે, તે ભાઈઓ સાથે જમવાનું લેવા લોટરી બજાર તરફ ગઈ ત્યારે હોન્ડા બાઈક વાળો મળ્યો જે તેને ફરવા અને પૈસા વાપરવા આપાવનું કહેતો હતો.જેથી તે બંને ભાઈઓ સાથે હોન્ડામાં બેઠી અને તે રેસકોર્ષ લઈ ગયો હતો. બાદમાં સિવિલ હોસ્પિટલના દરવાજે બંને ભાઈઓને ઉતારી સગીરાને સાથે લઈ ગ્રીનલેન્ડ ચોકડી તરફ લઈ ગયો હતો. જ્યાં હોન્ડા બાઈક પાર્ક કરી ટ્રાવેલ્સમાં ચોટીલા જવાનું છે તેમ કહ્યું. સગીરાએ માતાને કહ્યું કે, પછી અઅમે એક બસમાં ચડી ગયા હતાં. જેમાં પહેલા માળે સુવાની સીટ ખાલી હોઇ ત્‍યાં મને સુવાનું કહેતાં હું સુઇ ગઇ હતી. થોડીવારમાં આરોપી પણ તે સીટમાં જઈ બેસી ગયો અને રૂપિયા 500 આપીશ તેમ કહી ખરાબ માંગણી કરી મોબાઈલ લઈ આપવાનું જણાવ્યું હતું. મે ફોન લેવાની ના કહેતા તેણે મારા શરીર પર હાથ ફેરવ્યા અને ખરાબ કામ કર્યું હતું. બાદમાં બસ ઉભી રખાવી તે સગીરાને લઈ નીચે ઉતરી ગયો અને એક ગાડી ઉભી રખાવી ભાડે કરી ફરીથી ગ્રીનલેન્ડ ચોકડી આવી ગયો હતો. જ્યાંથી તે સિવિલ ઉતારી ગયો હતો અને સગીરા મળી તે સ્થળ પર બેઠી હતી.

સગીર દિકરીની કેફિયત બાદ માતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપી વિરૂધ્ધ પોક્સોની કલમ તેમજ 363, 376 કલમ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી હનીફ આરબ જામનગર રોડ પર રહે છે અને અગાઉ મારામારી, પ્રોહિબિશન અને જાહેરનામાના ભંગ જેવા ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે. Rajkot News Gujarati

વધુ વાંચો- સોશિયલ મીડિયા પર છાકટા થઈ વિડીયો મુકતા આરોપીઓ પર માલવિયાનગર પોલીસની તવાઈ

વધુ વાંચો- વાહન/મોબાઈલ ચોરીની ઓનલાઈન FIR અંગે માહિતી આપતા રાજકોટના પોલીસ કમિશનર

Must Read