Rajkot News Gujarati રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આટકોટ ખાતે કે. ડી. પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવવાના હતા. તેમના રાજકોટ આગમન પહેલા ભાજપના નેતાઓ અને અગ્રણીઓ પહોંચી ગયા હતા જે પૈકી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આવીને ધારાસભ્યો અને સાંસદોને મળ્યા હતા. આ તકે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી રાજકોટના ધારાસભ્ય અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી પણ હાજર હતા. દરમિયાન divybhaskar.com ના અહેવાલ મુજબ વિજય રૂપાણીએ અરવિંદ રૈયાણીને ધૂણવાની ના પાડી હતી.
ઉલ્લેખની છે કે તાજેતરમાં જ રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીના ધૂણતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. બાદમાં મીડિયા એ મંત્રી રૈયાણી Arvind Raiyani સાથે વાત કરતા તેમણે પ્રતિક્રીયા આપી હતી કે તેઓ 16 વર્ષની ઉંમરથી જ ભૂવા છે. રૈયાણી પરિવારના માંડવા પ્રસંગે રૈયાણી ધૂણ્યા હતા તે વાતનો પણ તેમણે સ્વિકાર કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ કોઈ દોરા, ધાગા, દાણા કે બીજૂ, ત્રીજૂ કંઈ નથી.
ત્યારે આજરોજ તારીખ 29 મેના રોજ divyabhaskar.comના એક અહેવાલમાં જણાવાયું છે કે, પ્રધાનમંત્રીના આટકોટ આગમન પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતા અને ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો એકત્રીત થયા હતા. જ્યાં રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી પણ હાજર હતા. દરમિયાન વિજય રૂપાણીના મોં માથી શબ્દો સરી પડ્યા હતા કે ‘અરવિંદ તું ધૂણશ ?’ આમ કહી તેમણે હસતા મુખે બ્રિજેશ મેરજા અને વલ્લભ કથીરિયા સાથે હસ્તધનૂન કર્યું હતું. આ તકે હાજર ધારસભ્ય ગોવિંદ પટેલે પણ કોમેન્ટ પાસ કરી હતી કે, ‘ધૂણવાનું અને ધુણાવાનું બેય ચાલુ છે’.
અરવિંદ તું ધૂણશ ? વિજય રૂપાણીએ મંત્રી રૈયાણીને કરી ટકોર – Rajkot News Gujarati

ગોવિંદ પટેલા વિધાનનો પ્રત્યુત્તર આપતા ફરી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘આપણે ધૂણવાનું થોડું હોય આપણે ધુણાવવાના હોય’. Divyabhaskar.comના અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, આ તકે હાજર અરવિંદ રૈયાણી કંઈ પણ બોલી શક્યા ન હતા.