Homeગુજરાતરાજકોટબોલો...જાહેરમાં 8 મહિલા પુરૂષ-જુગાર રમતા હતા માલવિયાનગર પોલીસે પકડ્યાં: રાજકોટ

બોલો…જાહેરમાં 8 મહિલા પુરૂષ-જુગાર રમતા હતા માલવિયાનગર પોલીસે પકડ્યાં: રાજકોટ

-

રાજકોટ ન્યુઝ : શ્રાવણમાસ શરૂ થતા ભક્તો મહાદેવની ભક્તિમાં લાગી ગયા છે પણ જુગારના શોખીનો માટે શ્રાવણીયા જુગારની સિઝન આવી છે. રાજકોટના માલવિયાનગર પોલીસે દરોડો કરી જુગાર રમતા મહિલા-પુરૂષ સહિતના કુલ 8 આરોપી પકડી પાડ્યા છે.

ગતરોજ રાત્રીના સમયે રાજકોટ શહેર (Rajkot City)ના શ્રીનાથજી સોસાયટી શેરી નંબર 7ના ખુણા પાસેથી જાહેરમાં જુગાર રમતા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં સૌથી મોટી વાત છે કે આરોપીઓ જાહેરમાં બેસી નિરાંતે જુગાર રમતા હતા. દરમિયાન માલવિયાનગર પોલીસના સ્ટાફે આરોપીઓને પકડી પાડ્યા હતા.

માલવિયાનગર પોલીસના સ્ટાફે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા વિશાલ જીતેન્દ્રભાઈ ભીમાણી, હિરેન મહેશભાઈ રાઠોડ, આશીષભાઈ જેન્તીભાઈ અમરેલીયા, વિજયભાઈ જેન્તીભાઈ અમરેલીયા, હરેશભાઈ ઉકાભાઈ ગોહેલ, ઈલાબેન રાજેશભાઈ માલાણી, જયશ્રીબેન મહેશભાઈ રાઠોડ અને ભારતીબેન સંજયભાઈ રાઠોડને તિનપતિનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. મહત્વની વાત છે કે 8-8 આરોપીઓ જાહેરમાં બેસી જુગાર રમવાની હિંમત કરતા થયા હોય તેવું આ કેસ પરથી જણાય છે.

પકડાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા 10,350ની રોકડ અને ગંજીપાનાના પત્તા મળી આવ્યા હતા જે પોલીસે કબ્જે કર્યા છે. જુગારના આરોપ સબબ પકડાયેલા તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ 12 મજુબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો- વિકાસમાં મોરબી નગરપાલિકાની જ ગાડી ફસાઈ કે શું ! નાગરિકોમાં રમૂજ પ્રસરી

Must Read