ગોંડલના સમાચાર : રાજ્યમાં જન્માષ્ટમી પર્વ (Janmashtami Festival)ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે ચાલી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ મેળામાં લોકમેળા (Lok Mela)ની મોજ માણવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે ગોંડલના લોકમેળા (Gondal Lok mela)માં વીજ કરંટ લાગતા ટી.આર.બી. જવાન અને ફાયર વિભાગના કર્મચારીનું મૃત્યુ થયાના દુઃખ સમાચાર સામે આવ્યા છે.
ગોંડલની ઐતિહાસિક સંગ્રામસિંહજી હાઈસ્કૂલ (Sangramsinhji HighSchool)ના મેદાનમાં લોકમેળો યોજાયો છે. લોકમેળામાં વરસાદના કારણે પંડાણ ભીના થઈ ગયા હતા. જેમાં કોઈ રીતે ટીઆરબીના જવાનને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગયાની જાણ થતા જ કર્મચારીને બચાવવા માટે ફાયર વિભાગના કર્મચારી આગળ આવ્યા હતા. દરમિયાન તેઓને પણ વીજ કરંટ લાગતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
વધુ વાંચો- રાજકોટના લોકમેળામાં પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ કરે છે RMCનો ફાયર વિભાગ ?
ગોંડલમાં ટીઆરબી જવાન તરીકે બજાવતા ભૌતિક પોપટને મેળામાં વીજ કરંટ લાગતા તેઓ પડી ગયા હતા. તેમને વીજ કરંટ લાગ્યાની જાણ થતા તેમને બચાવવા માટે ફાયર વિભાગના નરશીભાઈ ભૂદાજી ઠાકોર પહોંચી ગયા હતા. પરંતુ તેમને પણ વીજ કરંટ લાગતા બંને ગંભીર ઘાયલ થયા હતા.
ઈજાગ્રસ્ત હાલતમાં બંને જવાનોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોકટરે બંનેને મૃત ઘોષીત કર્યા હતા. બે-બે જવાનોનો મૃત્યુના અહેવાલથી ગોંડલ પંથક શોકમાં ગરકાવ થયો છે.