Rajkot News રાજકોટ : આજરોજ તારીખ 5 જૂનના રોજ દુનિયાભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાત સરકાર પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં થર્મલ પાવરને કારણે થતા કાર્બન ઉત્સર્જનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા) બાબતે સજાગ બની પ્રોત્સાહન પુરુ પાડવામાં આવતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે. ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ બીજા ક્રમ પર નોંધાયું છે.
રાજ્યમાં રિન્યુએબર એનર્જીની વધી રહેલી ક્ષમતા પર્યાવરણ પર સીધી અસર કરે છે. જેના કારણે રાજ્યમાં વર્ષ 2017ની સરખાણીએ વર્ષ 2022માં કાર્બન ઉત્સર્જનમાં 115 ટકા જેટલો ઘટાડો થયો છે. આંકડામાં જોવા જઈએ તો રાજ્યમાં વર્ષ 2017-18માં કાર્બન ઉત્સર્જન 12.08 મિલિયન ટન ઘટ્યું હતું જે વર્ષ 2021-22માં 26.01 મિલિયન ટન સુધી ઘટાડી શકાયું છે.
રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં રિન્યુએબલ એનર્જી દ્વારા કુલ 90.09 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડો વધારે કરી શકવા સફળ રહ્યું છે. પરંપરાગત વીજળી ઉત્પાદન પ્રક્રિયામાં થતા કોલસાના ઉપયોગની કારણે કાર્બનનું ઉત્સર્જન પણ વધારે થતું હોય છે, જ્યારે રિન્યુએબલ એનર્જી સ્ત્રોત કાર્બન ઉત્સર્જન મામલે ઘણું સારુ પરિણામ આપી રહ્યું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, GUVNLના GM (RE&IPP) શૈલજા વછરાજાનીએ પર્યાવરણ સંરક્ષણ પર ઉર્જા વિભાગના યોગદાન વિશે વાત કરતા જણાવ્યું કે, “અમે રાજ્યની સતત વધતી જતી ઉર્જાની માંગને રિન્યુએબલ એનર્જીથી પુરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ પ્રયાસોએ પર્યાવરણને સુધારવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિભાગોને સૂચના આપી છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2070 સુધીમાં ભારતને 0% કાર્બન ઉત્સર્જન ધરાવતો દેશ બનાવવાના સંકલ્પમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ હોય તે માટે આપણે સૌ એ આપણા સ્તરે સુનિશ્ચિત કરવું જોઈએ.”
ગુજરાત ઉર્જા વિભાગે પણ વર્ષ 2030 સુધીમાં ઉર્જા ઉત્પાદનથી થતા કાર્બન ઉત્સર્જનને ઘટાડી 139 મિલિયન ટન સુધી લઈ જવા લક્ષ્યાંક નક્કી કર્યુ છે. જે લક્ષ્યાંક હાંસલ કરવા માટે રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં રિન્યુએબલ એનર્જીની કેપેસિટી વધારી 68,000 મેગાવોટ સુધી લઈ જશે.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં ગુજરાત સરકારને મોટ સફળતા હાંસલ – Rajkot New Gujarati
(નોંધ : ઉપરોક્ત અહેવાલના તમામ માહિતી ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યા મુજબની છે.)