36 C
Ahmedabad

એરેસ્ટ નૂપુર શર્માના પોસ્ટર ચોંટ્યા, પોલીસે તાત્કાલીક હટાવવા કાર્યવાહી કરી: રાજકોટ

Published:

Rajkot News રાજકોટ : ભાજપ BJPના સસ્પેન્ડેડ પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા મામલો વધારે ગરમાયો છે. દેશભરમાં વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ તેના પડઘા પડ્યા છે. શહેરના રૈયા રોડ વિસ્તારમાં આઝાદ ચોક પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા પોસ્ટર રસ્તા પર ચીપકાવવામાં આવ્યા છે. ઉપરાંત કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજ પર પણ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો પરથી માહિતી મળે છે આ પોસ્ટર ગતરોજ મોડી રાત્રીના સમયે લગાવવામાં આવ્યા હોય શકે છે.

રાજકોટ શહેરમાં નૂપુર શર્માના વિવાદને પગલે રસ્તા પર પોસ્ટર ચીપકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજકોટના રૈયા રોડ, આમ્રપાલી અંડરબ્રિજ અને કિસાનપરા ચોક વિસ્તારમાં એરેસ્ટ નૂપુર શર્માના પોસ્ટર ચીપકાવી દેવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસને ઘટનાની જાણ થતા રસ્તા પર લાગેલા પોસ્ટર દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કેટલાક લોકો નૂપુર શર્મા મામલે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત મુકવાની ચર્ચા કરતા જોવા મળી રહ્યાં છે. પરંતુ હાલ સુધી શાંતિમય વાતાવરણ જળવાયેલું હોય પોલીસે કોઈ બંદોબસ્ત મુકાવની કાર્યવાહી કરી નથી.

Rajkot News- એરેસ્ટ નૂપુર શર્માના પોસ્ટર ચોંટ્યા પોલીસે તાત્કાલીક હટાવવા કાર્યવાહી કરી

ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્મા દ્વારા મોહંમદ પયગંબર પર ટિપ્પણી કરતા દેશ સહિત ઈસ્લામિક દેશોમાં પણ નારાજગી જોવા મળી હતી. બાદમાં દેશમાં વિવિધ સ્થળો પર કેટલાક અનિચ્છિનીય બનાવો પણ નોંધાયા હતા. ત્યારે ગતરોજ વડોદરા અને અમદાવાદમાં પણ લોકો પોસ્ટર્સ લઈ રસ્તા પર ઉતર્યા હતા.

Related articles

Recent articles