Homeગુજરાતરાજકોટરાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન | Rajkot...

રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન | Rajkot News

-

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ(Vijaybhai Rupani) રાજકોટના લોકોનો પ્રેમ અને લાગણીભર્યો ઋણ સ્વીકારી જણાવ્યું હતું કે, રાજકોટે મારુ ઘડતર કર્યું છે. અરવિંદભાઈ મણિયાર, ચીમનભાઈ શુક્લ, વજુભાઈ વાળા સહિતના લોકોએ મારુ ઘડતર કર્યું છે. મેં ક્યારેય સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે હું સી.એમ. બનીશ.

સંગઠનમાં કામગીરી કરી પાર્ટી સોંપે તે કાર્ય પ્રામાણિકતાથી કર્યું છે. પાર્ટીએ સામેથી આદેશ આપી મને મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપી હતી. પાર્ટીનો આદેશ સર્વોપરી હોવાનું ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે તેમ વિજયભાઈ એ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી તરીકે સૌરાષ્ટ્રના પીવાના પાણીની સમસ્યાથી લઈ અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાકાર કરવામાં મહત્વનું યોગદાન તેમના કાર્યકાલ દરમ્યાન રહ્યાનું તેમજ ટેક્નોલોજીના ઉપયોગથી તમામ વિભાગમાં આધુનિકતા સાથે લોકોના કામ સરળતાથી થાય તે માટે કામગીરી કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.   

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ તકે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ પદ પરથી ઉતરી જાય ત્યારબાદ આટલું મોટું સન્માન થાય તે આ પ્રથમ ઘટના છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી નહોતા તે પૂર્વે પણ તેઓ સેવાભાવના સાથે જોડાયેલા હતાં તેમ વજુભાઈ એ પૂજિત રૂપાણી ટ્રસ્ટનો દાખલો આપતા જણાવ્યું હતું. વિજયભાઈ ભવિષ્યમાં પણ પાર્ટી માટે સદેવ કાર્યરત રહેશે તેમ શુભેચ્છા આપી હતી,

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ વિજયભાઈ રૂપાણી સાથે પાર્ટીમાં કરેલ કામગીરીને વાગોળી જણાવ્યું હતું કે, તેમના અનુભવો, તેમની સંગઠન શક્તિ અને નિષ્ઠા હંમેશા પ્રેરણાદાયી રહેશે. પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમના અનુભવોનો લાભ સૌને મળતો રહેશે અને હાલના મુખ્યમંત્રીની નિશ્રામાં રાજ્ય સરકાર ખુબ સારી રીતે કામગીરી કરશે તેવો તેમણે ભરોશો આપ્યો હતો.

    સ્વામી પરમાત્માનંદજી, સ્વામી અપૂર્વમુનિ, 108 વ્રજરાજકુમારજી સહિતના સંતો મહંતોએ વિજયભાઈ રૂપાણી વધુને વધુ સેવા કાર્યો કરતા રહે તેવા આશીર્વચન અને  શુભેછા  પાઠવી હતી.

રાજકોટને એઇમ્સ, એરપોર્ટ સહિતના અનેક મહત્વના પ્રોજેક્ટ અપાવવા બદલ રાજકોટ વાસીઓએ તેમનો આભાર માન્યો હતો.

        આ તકે સાંસદ સભ્યો સર્વે મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્યો સર્વે ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર પ્રદીપભાઈ ડવ, અગ્રણીઓ સર્વે ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, ભુપતભાઇ બોદર, ગુણુભાઈ ડેલાવાળા સહીત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ દોશી અને આભારવિધિ ડી.વી.મહેતાએ કરી હતી.

Must Read