Homeગુજરાતરાજકોટકોંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રામાં જગદીશ ઠાકોરનું મોટું નિવેદન

કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રામાં જગદીશ ઠાકોરનું મોટું નિવેદન

-

Rajkot News : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યાર કોંગ્રેસે (Congress) સૌરાષ્ટ્રમાં નવરાત્રિના ઉત્સવમાં એક યાત્રા યોજી છે. ‘કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ (Congress ke sath Ma ke dwar)આ યાત્રા બહુમાળી ભવન ખાતેથી પ્રસ્થાન થઈ હતી ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. દરમિયાન રંગેચંગે ઢોલ-નગારા સાથે કોંગ્રેસની આ યાત્રા શહેરમાં નીકળી હતી.

કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રામાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ ધારાસભ્ય લલીત કગથરા અને ઋત્વીજ મકવાણા પણ હાજર રહ્યાં હતા. મોટી સંખ્યામાં કાર અને બાઈક પર કાર્યકરો યાત્રામાં જોડાયા હતા. દરમિયાન ઈન્દિરા સર્કલ પર ઈન્દિરા ગાંધીની પ્રતિમાના હાર તોરા કરવામાં આવ્યું હતું. તેમજ બાળાઓ દ્વારા જગદીશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ વગાડતા ઢોલીને જગદીશ ઠાકોરે 500-500 રૂપિયા આપ્યા જ્યારે અન્ય નેતાઓએ ઉડાવ્યા હતા.

indira circle congress leaders
Indira circle Rajkot

વધુ વાંચો- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

જગદીશ ઠાકોરનું મોટું નિવેદન

આ તકે જગદીશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, અમે નવરાત્રિમાં મા ઉમા અને મા ખોડલના ધામમાં ગુજરાતની ખુશાલીની પ્રાર્થના કરવા જઈએ છીએ. કોરોનામાં બે ત્રણ વર્ષના કપરા સમયબાદ હવે જ્યારે સારો સમય આવ્યો છે ત્યારે માતાજીને પ્રાર્થના કરવા માટે જઈએ છીએ. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, 125 કરતા વધારે બેઠક સાથે સરકાર બનવા જઈ રહી છે અને કોંગ્રેસ પુરા દમ સાથે ચૂંટણી લડશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...