Homeગુજરાતરાજકોટનારી સંરક્ષણ ગૃહની જિલ્લા વ્યવસ્થાપન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ | Rajkot News

નારી સંરક્ષણ ગૃહની જિલ્લા વ્યવસ્થાપન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ | Rajkot News

-

રાજકોટ, તા. ૦૮ ઓકટોબર –  જિલ્લા કલેક્ટર(Collector) અરુણ મહેશ બાબુના(Mahesh babu) અધ્યક્ષ સ્થાને નારી સંરક્ષણ ગૃહની જિલ્લા વ્યવસ્થાપન સમિતિની ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર સિવિલ જજ મહોદયા આર.એસ.રાજપુત તથા સિવિલ જજ મહોદયા એમ.એે.કૌશિક ઉપસ્થિત રહ્યા હતા.

        ત્રિમાસિક બેઠકના પ્રારંભે કલેક્ટર તથા બંને જજ મહોદયાઓએ સમગ્ર નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી. નારી સંરક્ષણ ગૃહમાં ૧૮ થી ૬૦ વર્ષની અનાથ, વિધવા, ત્યક્તા બહેનોને બાળકો સાથે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં મહાનુભાવોએ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી ૧૬ બહેનો અને ૪ બાળકો સાથે રૂબરૂ સંવાદ કરીને તેઓને આપવામાં આવતી સૂવિધાઓ તથા તેઓની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. તેઓને મળતી સુવિધાઓમાં જરૂરી સુધારો કરવા અને  સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે સબંધિત અધિકારીઓને આદેશો આપ્યા હતા.

નજીકના ભવિષ્યમાં અહીં રહેતી ત્રણ બહેનોના લગ્ન કરાવવામાં આવશે તેમજ કિચન ગાર્ડન પણ શરૂ કરવામાં આવશે. અહીં રહેતી બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે વોકેશનલ ટ્રેઈનિંગ કોર્ષ પણ શરૂ કરવામાં આવનાર છે. જુન ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અત્યાર સુધીમાં ૨૮ બહેનો અને ૦૪ આશ્રિત બાળકોને રજા આપવામાં આવી છે.

નારી સંરક્ષણ ગૃહની વિવિધ દિવાલો તથા રૂમમાં દોરવામાં આવેલા આકર્ષક તથા મનમોહક ચિત્રની કલેક્ટરએ સરાહના કરી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

        ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અન્વયે ક્લિન ઈન્ડિયા અભિયાન અન્વયે કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા નારી સંરક્ષણ ગૃહની જિલ્લા વ્યવસ્થાપન સમિતિના અધિકારીઓએ પ્રાંગણની સફાઈ કરી હતી તથા વૃક્ષારોપણ કર્યું હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

        આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરીયાણી, નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામી, મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.આર.પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન.કે.કામદાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી, સિવિલ હોસ્પિટલના ડો. રોય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.|||

Must Read