Homeગુજરાતરાજકોટકુપોષણ મુકત ભારત અભિયાન અંગેની બેઠક કલેકટરે બોલાવી | Rajkot News

કુપોષણ મુકત ભારત અભિયાન અંગેની બેઠક કલેકટરે બોલાવી | Rajkot News

-

કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય કે, દરેક આંગણવાડીઓમાં કિચન ગાર્ડન બનાવવા…

રાજકોટ(Rajkot) તા.૭ – કુપોષણમુકત ભારત અભિયાન (kuposhan mukt abhiyan) અન્વયે ડિસ્ટ્રીકટ મોનીટરીંગ અને રીવ્યુ કમિટિની ત્રિમાસિક સમીક્ષા બેઠક આઇ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ દ્વારા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આપણા બાળકોને આપીએ તેટલુ જ મહત્વ અને સમાનતા આંગણવાડીના બાળકોમાં રાખીને તેઓને પોષણયુકત બનાવવા કાળજી લેવા આંગણવાડીઓની બહેનોને કલેકટરશ્રીએ સુચના આપી હતી. આંગણવાડીના બાળકોના વિકાસ માટે તેમને અપાતા પૂરક પોષણ, આરોગ્ય તપાસણી, અભ્યાસ સહિતના મુદે પણ કેટલાક સુચનો કલેકટરશ્રીએ કર્યા હતા. બાળકોના વિકાસ માટે માતા-પિતાના ફીડબેક પણ આંગણવાડીઓની બહેનો દ્વારા લેવાવા જોઇએ અને આ માટે વ્હોટસએપ ગ્રુપ મહત્વના હોવાની ટકોર કલેકટરએ કરી હતી. 

'Kuposhan mukt Gujarat Abhiyan' rajkot collector mitting
‘Kuposhan mukt Gujarat Abhiyan’ rajkot collector mitting

 આંગણવાડીની આતંરમાળખાકીય સ્થિતિ જેવી કે વોટર પ્યુરીફાઇર, સ્માર્ટ આંગણવાડી માટેની સુવિધા, સેનીટેશન, આંગણવાડીની માલિકીના અને ભાડાના મકાનો સહિતના મુદાની સમીક્ષા કલેકટરશ્રીએ કરી હતી. આંગણવાડીઓમાં કિચન ગાર્ડનની સગવડ ઉભી કરવાની સુચના પણ કલેકટરશ્રીએ આપી હતી.

આ તકે પ્રોગ્રામ ઓફિસરશ્રી જિજ્ઞાસા દવે, ૧૨ ઘટકના સી.ડી.પી.ઓશ્રી સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.|||

Must Read