Homeગુજરાતરાજકોટરાજકોટના જન્માષ્ટમીના લોકમેળાના 244 સ્ટોલની ફાળવણી કરતા કલેક્ટર

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાના 244 સ્ટોલની ફાળવણી કરતા કલેક્ટર

-

રાજકોટ સમાચાર : તા.૨૭ જુલાઈ : રાજકોટના જન્માષ્ટમી (Janmashtami) ના લોકમેળા (Rajkot Lokmelo) માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે, આજરોજ કમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેરના માધ્યમથી ડ્રો કરીને ૨૪૪ સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. મેળા માટે પાંચ કેટેગરીમાં ૧૭૪૯ અરજીઓ આવી હતી. જેની સામે ૨૪૪ સ્ટોલ્સ ફાળવાયા છે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરરાજી કરવામાં આવશે તેમ જાહેર કરાયું હતું.

રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે, કમ્પ્યુટરાઇઝ સોફ્ટવેરના માધ્યમથી સ્ટોલ્સની ફાળવણી માટેના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકમેળા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, પ્રાંત અધિકારી ડૉ. સંદીપ વર્મા, ગ્રામીણ પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, સ્ટોલ્સ માટે અરજી કરનારા અરજદારો, પત્રકારો વગેરેની હાજરીમાં કમ્પ્યુટરાઈઝ સોફ્ટવેરથી ડ્રો કરવામાં આવ્યો હતો.

rajkot lokmela stall allotment by collector 2022
સ્ટોલના ડ્રોની હરરાજી કરતા અધિકારી

વધુ વાંચો- રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે ઠગાઈ કેસમાં મોરબી પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

લોકમેળામાં પાંચ કેટેગરીમાં સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. સૌથી વધુ ૧૫૬૩ અરજીઓ રમકડાં માટેની બી-કેટેગરીમાં આવી હતી. જેમાં ૧૭૮ સ્ટોલ્સ ફાળવાયા છે. નાની ખાણીપીણી માટેની સી-કેટેગરીમાં ૭૭ અરજીઓ સામે ૧૪ સ્ટોલ્સ ફાળવાયા છે. મધ્યમ ચકરડી માટેની જે-કેટેગરીમાં ૪૮ અરજીઓ સામે ચાર સ્ટોલ્સ ફાળવાયા છે. નાની ચકરડી માટેની કે-કેટેગરીમાં ૩૯ અરજીઓ સામે ૨૮ સ્ટોલ્સ ફાળવાયા છે. જ્યારે નાની ચકરડી૨-૨ માટેની કે-કેટેગરીમાં ૨૨ અરજીઓ સામે ૨૦ સ્ટોલ્સ ફાળવાયા છે.

rajkot janmashtmi lokmela stall draw
સ્ટોલના ડ્રોમાં હાજર રહેલા લોકો

ડ્રો પૂર્વે જિલ્લા કલેક્ટરએ લોકમેળા અમલીકરણ સમિતિ પાસેથી મેળાના આયોજન, સ્ટોલ્સ ફાળવણી સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી, તેમજ લોકો લોકમેળાનો આનંદ માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કલેક્ટરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સ્ટોલ્સની ફાળવણી હવે પછી થશે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરરાજી કરવામાં આવશે. લોકમેળાના નામકરણ અંગે તેમણે કહ્યું હતું કે, નામ બાબતે ગઈકાલ સુધીમાં ૭૦૦થી વધુ અરજીઓ આવી છે. જેની ચકાસણી ચાલી રહી છે. સંપૂર્ણપણે લોકભાગીદારીથી અને લોકોનો અભિપ્રાય લઈને મેળાનું નામ રખાશે.

Must Read