Homeગુજરાતરાજકોટરાજકોટમાં જુગાર ફૂલ બહારમાં એક જ દિવસમાં 27 આરોપી પોલીસની ઝપટે ચઢ્યા

રાજકોટમાં જુગાર ફૂલ બહારમાં એક જ દિવસમાં 27 આરોપી પોલીસની ઝપટે ચઢ્યા

-

રાજકોટ ન્યુઝ : રાજકોટ પોલીસે વિવિધ સ્થળો પર દરોડો કરી ગતરોજ તારીખ 12 ઑગસ્ટના રોજ મહિલા-પરુષ મળી કુલ 22 આરોપી વિરૂધ્ધ ઝડપા પાડી કાર્યવાહી કરી હતી. રાજકોટ સિટી પોલીસે (Rajkot City Police) 27 આરોપી જુગાર (Gambling) રમતા ઝડપી રૂપિયા 47,110નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જેમાં રાજકોટ સિટીના બી ડિવિઝન પોલીસે (B Division Police Station) વેલનાથપરા પુલ પાસેથી જાહેરમાં જુગાર રમતા 9 આરોપી પકડી પાડ્યા છે. જેમાં પોલીસે નીચે મુજબના આરોપી પકડી જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો- રાજકોટથી ગોવા જુગાર રમવા લઈ જાય છે ? 38 લાખની ઉઘરાણી માટે હુમલો

  1. રામબહાદુર ઉર્ફે સુનિલ રામાશંકર કુસ્વાહા જાતે-કાછી ઉ.વ. ૩૦ ધંધો મજુરી
  2. દેવકુમાર શ્રીરામ કુસ્વાહા જાતે કાછી ઉ.વ.૩૭ ધંધો મજુરી
  3. શિવનારાયણ રામકિશન પ્રજાપતિ જાતે કુંભાર ઉ.વ. ૩૪ ધંધો મજુરી
  4. સોહનસિંઘ નરેન્દ્રસિંઘ સેંગર જાતે રાજપુત ઉ.વ. ૨૮ ધંધો મજુરી
  5. ગજેન્દ્રકુમાર મેવાલાલ કુસ્વાહા જાતે કાછી ઉ.વ. ૨૨ ધંધો મજુરી
  6. સંતોષભાઈ સુખદેવભાઈ શાહ જાતે વાણીયા ઉ.વ. ૪૫ ધંધો મજુરી
  7. ઓમકાર ઉમરપાસિંઘ રાઠોડ જાતે ઠાકુર ઉ.વ. ૨૭ ધંધો મજુરી
  8. ધર્મેંન્દ્રસિંઘ રમેશસિંઘ સેંગર જાતે ક્ષત્રીય ઉ.વ. ૪૨ ધંધો મજુરી
  9. રામાશંકર રામનારાયણ શ્રીવાસ જાતે-ધોબી ઉ.વ.-૩૫ ધંધો-લાદી મજુરીકામ

રાજકોટના બી ડિવિઝન પોલીસે રાત્રિના 9 વાગ્યા આસપાસ બેડી ચોકી પાસે ગોપાલ રેસિડેન્સી પાછળ જાહેરમાં જુગાર રમાત 4 આરોપી ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડો કરી નીચે મુજબના આરોપીઓ પાસેથી રૂપિયા 5,100 રોકડ કબ્જે કરી જુગારધારાની કલમ 12 મુજબ કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો- કેજરીવાલ સરકારની કળા ? દિલ્હીના દાવા ખુલ્લા પાડતો અહેવાલ

  1. ગૌરવભાઈ જયેશભાઈ પાટડીા ઉંમર વર્ષ 28
  2. બાબુભાઈ નાથાભાઈ ઝાખેલીયા ઉંમર વર્ષ 51
  3. શાહરૂખ ભિખુભાઈ સમા ઉંમર વર્ષ 24
  4. સુરજ શૈલેષભાઈ દારોદરા ઉંમર વર્ષ 21

થોરાળા પોલીસ સ્ટેશન (Thorala Police Station)ના સ્ટાફે ગતરોજ તારીખ 12ના રાત્રીના 8 વાગ્યા આસપાસ નવા થોરાળા વિસ્તારમાં દરોડો કરી જાહેરમાં જુગાર રમતા 7 આરોપી પકડી પાડ્યા હતા. પોલીસે નીચે મુજબના આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 17,780 ની રોકડ કબ્જે કરી જુગારધારાની કલમ 12 મુજબ કાર્યવાહી કરી હતી.

  1. અલ્પેશબાઈ જેન્તીભાઈ બાંભણીયા ઉંમર વર્ષ 22
  2. મેહુલભાઈ મંગાભાઈ ઢાપા ઉંમર વર્ષ 24
  3. અરજણભાઈ નાનજીભાઈ બાંભણીયા ઉંમર વર્ષ 60
  4. અજયભાઈ જેન્તીભાઈ પરમાર ઉંમર વર્ષ 25
  5. નરેશભાઈ મનસુખભાઈ પરમાર ઉંમર વર્ષ 26
  6. રાજેશભાઈ અમુભાઈ બારૈયા ઉંમર વર્ષ 26
  7. રાજુભાઈ નરશીભાઈ પરમાર ઉંમર વર્ષ 27

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન (Rajkot Taluka Police Station)ની ટીમે પણ ગતરોજ રાત્રિના 8 વાગ્યા આસપાસ વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટર નંબર 19માં દરોડો કરી જુગાર રમતા 5 મહિલા અને 2 પુરૂષ આરોપી પકડી પાડ્ય હતા. પોલીસે 7 આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 11,730 ની રોકડ કબ્જે કરી જુગારધારાની કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.

  1. જ્યોતીબેન અશોકભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 32
  2. નરેન્દ્રભાઈ બળવંતરાય વ્યાસ ઉંમર વર્ષ 36
  3. મોહસીન નાશીરભાઈ પરમાર ઉંમર વર્ષ 25
  4. પ્રભાબેન બળવંતરાય વ્યાસ ઉંમર વર્ષ 55
  5. લક્ષમીબેન હરસુખભાઈ બગડા ઉંમર વર્ષ 30
  6. અનીતાબેન પ્રકાશભાઈ બગડા ઉંમર વર્ષ 59
  7. અનુ્શ્રીબેન રાજેશભાઈ રામાનંદી ઉંમર વર્ષ 25

Must Read