Homeગુજરાતરાજકોટરાજકોટમાં ભાજપના આ નેતાનું પોલીસ સાથે ઘર્ષણ: પ્રોટોકલ તોડતા અટકાવાયા હતા

રાજકોટમાં ભાજપના આ નેતાનું પોલીસ સાથે ઘર્ષણ: પ્રોટોકલ તોડતા અટકાવાયા હતા

-

Rajkot News : રાજકોટમાં આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાના કાર્યક્રમ દરમિયાન ભાજપ (BJP)ના નેતાનો પોલીસ સાથે થયેલા સંઘર્ષનો એક વીડિયો હાલ વાયરલ Video Viral થઈ રહ્યો છે. જેમાં પ્રોટોકોલના કારણે લોકોની અવરજવર પર પ્રતિબંધ હતો પરંતુ, ભાજપના એક નેતાએ દરેક પ્રતિબંધોને બાજુ પર મૂકીને પ્રોટોકોલ તોડીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી ફરજ પર તૈનાત PI દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા ભાજપના નેતા તાડુક્યા હતા અને PI સાથે ઘર્ષણ થયું હતું. હાલ આ સમગ્ર ધટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રાજકોટ ગ્રામ્યના ભાજપના નેતા ચેતન રામાણી કાર્યક્રમમાં પ્રવેશ કરવા માટે અંદર જતા હતા. એ સમયે પ્રોટોકોલને ધ્યાનમાં લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં પણ ચેતન રામાણી (Chetan Ramani)એ અંદર જવાનો પ્રયત્ન કરતા ફરજનિષ્ઠ પોલીસ કોન્સ્ટેબલે તેમને અટકાવીને અંદર પ્રવેશ ન કરવા માટે સમજાવ્યા હતા. જેને લઇ ચેતન રામાણી ગુસ્સે થયા હતા અને કોન્સ્ટેબલની વાત સાંભળવાને બદલે આકરૂં વલણ દર્શાવ્યું હતું.

વધુ વાંચો- મોરબીમાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓના કાર્યક્રમ પહેલા કિસાન નેતા નજરકેદ ?

ચેતન રામાણીના આ વલણને કારણે પોલીસ અધિકારીઓ અને તેમની વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે તે જ સમયે બીજા અન્ય ભાજપના નેતાએ વચ્ચે આવીને મામલો થાળે પાડ્યો હતો અને ચેતન રામાણીને બીજી તરફથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

વધુ વાંચો- અલ્પેશ કથિરીયા અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ વિડીયોમાં…

Must Read