36 C
Ahmedabad

રાજકોટમાં મંદિરે દર્શન કરી પરત જતી મહિલાના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી બાઈક ચાલકો ફરાર

Published:

Rajkot News રાજકોટ : રાજકોટમાં મંદિરે દર્શન કરી પરત જતી મહિલાના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી બાઈક ચાલકો ફરાર રાજકોટમાં ગત તારીખ 4 જૂનના રોજ એક ચીલઝડપની ફરિયાદ નોંધાઈ છે. એ-ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા આ બનાવમાં મહિલા ચીલઝડપનો શિકાર બની છે. ટુ-વ્હિલર પર આવેલા ચેઈન સ્નેચરે મહિલાના ગળામાંથી 20 ગ્રામ સોનાનો ચેન ઝુંટવી લિધો છે.

ગઈકાલે તારીખ 4ના રોજ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરેથી દર્શન કરી દેરાણી-જેઠાણી પરત ફરી રહ્યાં હતા. દરમિયાન દિગ્વીજય રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસેથી મહિલાના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી આરોપી નાસી છૂટ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓ બાઈક પર સવાર થઈને આવ્યા હતા. જેમાં બે આરોપીઓ હતા અને પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાં રેહલો સોનાનો ચેઈન ઝૂંટવી લીધો હતો.

મહિલાના ર0 ગ્રામ સોનાના 64,000ની કિંમતની સોનાનો ચેન ઝૂંટવી નાસી જનાર અજણ્યા 2 આરોપી વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો: ગાંધી, ટૉલ્સ્ટોયનો યુદ્ધભૂમિનો અનુભવ…

Related articles

Recent articles