Homeગુજરાતરાજકોટરાજકોટથી ગોવા જુગાર રમવા લઈ જાય છે ? 38 લાખની ઉઘરાણી માટે...

રાજકોટથી ગોવા જુગાર રમવા લઈ જાય છે ? 38 લાખની ઉઘરાણી માટે હુમલો: રાજકોટ

-

રાજકોટ ન્યુઝ : રાજકોટ (Rajkot)માં સતત જુગાર પર પોલીસના દરોડાના કારણે ક્લબ (Gambling Club) ચલાવતા જુગારના અડ્ડા ધારકો ધંધાને નવા આયામ પર લઈ ગયા છે. ગોવા, નેપાળ કે અન્ય સ્થળો પર કેસીનોમાં જુગાર રમવા લઈ જવા માટેની રીતસરની રાજકોટમાં ગેંગ સક્રીય છે જેનાથી સૌ કોઈ વાકેફ છે. કદાચ આ વાતથી પોલીસ અજાણ હશે પણ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુના બાદ કદાચ પોલીસ પણ (ટેકનીકલી) અજાણ નહીં રહી શકે. આ ઘટનાની ગંભીરતા પુર્વક અને તલસ્પર્શી તપાસ થાય તો રીતસર અન્ય રાજ્યોના કેસીનોના કૌભાંડ પણ ખુલ્લા પડી શકે તેમ છે.

રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન (Malaviyanagr Police Station) ખાતે દિનેશભાઈ ઉર્ફે પાયલ દેવજીભાઈ વોરાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગોવાના ડેલ્ટીન રૉયલ કેસીનોમાં જુગારમાં 38 લાખની માતબાર રકમ હારી ગયાની ઉઘરાણી મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓે ત્રણેક મહિના પહેલા યશપાલસિંહ જાડેજા સાથે ડેલ્ટીન રૉયલ કેસીનો (Deltin Royale Casino)માં જુગાર રમવા ગયા હતા. દરમિયાન રૂપિયા 38 લાખની રકમ જુગારમાં હારી ગયા હતા તેની ઉઘરાણી માટે આરોપી યશપાલસિંહ અને રાજવીરભાઈએ ગત તારીખ 12 ઑગસ્ટના રોજ ઘર પર હુમલો કર્યો હતો.

વધુ વાંચો- કડીમાં નિતીન પટેલ ગાયની અડફેટ ચઢતા થયા ઈજાગ્રસ્ત: રખડતા ઢોરનો ત્રાસ

ફરિયાદી દિનેશભાઈએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી યશપાલસિંહ જાડેજા ગોવા ખાતે રૂમ બુક કરાવી, ફ્લાઈટ મારફતે જુગાર રમવા માણસો એકઠા કરી જુગાર રમવાની સગવડતા પુરી પાડે છે. સાથે જ જણાવ્યું છે કે તેઓ જુગાર રમવા કેસીનોમાં ગયા ત્યારે તેમની સાથે ગોપાલભાઈ મોરબીવાળા, હરીશભાઈ પટેલ રાજકોટના, નિકુંજભાઈ લુહાણા રાજકોટના રહેવાસી અને કમલેશભાઈ તન્ના રાજકોટના રહેવાસી સાથે જુગાર રમવા આવ્યા હતા.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાંથી પ્રત્યેક મહિને કરોડોની રકમનો જુગાર રમવા માટે લોકોને અન્ય રાજ્યોમાં કેસીનો અને ગેરકાયદેસર ક્લબમાં લઈ જવાય રહ્યાં છે. આ રકમના હવાલા અને નાણાની હેરફેરનું રેકેટ ગેરકાયદેસર રીતે મોટા ગજાના (કથિત રીતે અસામાજિક તત્વો) દ્વારા ચલાવાઈ રહ્યું છે. પ્રત્યેક વર્ષે જો આ ગેરકાયદેસર રીતે થતા નાણાકીય વ્યવહારોનું સરવૈયું તૈયાર થાય તો માત્ર 4-5 વ્યક્તિઓ જ જંગી રકમના ભાગીદાર બને છે. આવા ગોરખધંધાને કારણે રાજકોટમાં કેટલાય યુવાનોના ઘર ધોવાયા છે અને કેટલાકે તો ગામ છોડ્યા છે. માટે પોલીસ દ્વારા આ દુષણને બંધ કરાવવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.

વધુ વાંચો- વિડીયો ઉતારવા મામલે BRTSના બસ ડ્રાયવરને ફટકાર્યો: અમદાવાદ

જ્યાં જુગાર કાયદેસર છે ત્યાં જઈ જુગાર રમવો ખોટું ન કહી શકાય પણ તેની જાહેરાત જુગાર પ્રતિબંધિત રાજ્યમાં અને હારજીતના નાણાની લેણદેણના હવાલા થાય તે ગેરકાયદેસર છે તેમ કહી શકાય. જો સારી દાનત સાથે આવા કિસ્સાઓની તપાસ થાય તો કાયદેસર ચાલતા કેસીનો સુધી પણ રેલો આવે તેમ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...