Homeગુજરાતરાજકોટજેતપુર નજીક ભીડભંજન રોડ પર પસાર થતી ગાલોરીયા નદીમાંથી બાળકનો મૃતદેહ મળી...

જેતપુર નજીક ભીડભંજન રોડ પર પસાર થતી ગાલોરીયા નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો

-

સુરેશ ભાલીયા, જેતપુર : જેતપુરના ભીડભંજન મહાદેવ મંદિર પાસે ગાલોરીયો નદીમાંથી એક પાંચેક માસના બાળકનો કોહવાય ગયેલ મૃતદેહ મળી આવતા પોલીસે તેનો કબ્જો લઈ મોતનું કારણ તેમજ બાળકની ઓળખાણ મેળવવા તપાસ હાથ ધરી હતી.

જેતપુર નજીક ભીડભંજન મહાદેવ મંદિર પેલા ગાલોરીયો નદી કાંઠે કેટલાક માલધારીઓ ઢોર ચરાવતા હતાં ત્યારે તેઓને નદીમાં કોઈ બાળકનો મૃતદેહ તરતો નજરે પડતાં તેઓએ તરત જ કેટલાક સેવભાવીઓને જાણ કરી હતી. જેથી આ સેવભાવીઓ સ્થળ પર જઈ ખરાઈ કરતાં બાળકનો જ મૃતદેહ હોવાનું જણાતા તરત જ તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સેવાભાવીઓની મદદથી બાળકનો મૃતદેહ બહાર કાઢતા કોહવાય ગયેલ મૃતદેહ હતો. એક પગમાં કપડાંનું બુટ તેમજ પાણીમાં પલળીને ચીંથરે હાલ થઈ ગયેલ લંગોટ અને ટીશર્ટ પહેરેલ હતું.

પોલીસે સ્થળ પંચનામું કરી લાશનો કબ્જો લઈ બાળકની ઓળખાણ મેળવવા તપાસ હાથ ધરી બાળકનો મોતનું સચોટ કારણ જાણવા રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સીક પીએમ માટે મૃતદેહને મોકલ્યો હતો.

Must Read