Homeગુજરાતરાજકોટરાજકોટમાં રોયલ મેળામાં જાવ પણ આ ધ્યાન તમે રાખજો, તંત્ર નહીં રાખે...

રાજકોટમાં રોયલ મેળામાં જાવ પણ આ ધ્યાન તમે રાખજો, તંત્ર નહીં રાખે !

-

Rajkot News : ખાનગી મેળા ખાનગી હોય એટલે સ્વાભાવિક છે કે ખર્ચાળ પણ હોવાના. આવા મેળા (Royal Mela)માં ઊંચી કિંમતનો દોષ મેળાને કે તંત્રને આપવો યોગ્ય નથી. પરંતુ મેળા સંચાલકો કમાય છે તેનો કર ભરે છે કે તે મામલે તંત્ર ચોક્કસ જવાબદાર છે. તમે ચૂકવણી કરો છો અને સેવા મેળવો છો તેનું બીલ કે રિસિપ્ટ (Payment Receipt) મેળવવી એ ગ્રાહક તરીકે આપનો અધિકાર છે. પરંતુ આપણે જ્યારે બીલ કે રિસિપ્ટ નથી લેતા (જે આ મેળામાં આપતા નથી) ત્યારે કરચોરીને પ્રોત્સાહન આપીએ છીએ.

ખાનગી મેળાની ખાસીયત

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારથી શરૂ થયેલા ખાનગી મેળાઓ અંદાજે એક મહિના સુધી ધમધમશે. આવો જ એક રોયલ (Royal Mela) ખાનગી મેળો શહેરના શિતલ પાર્ક ચોકડી પાસે ચાલી રહ્યો છે. પરંતુ આ મેળાની ખાસીયત છે કે તેમાં પ્રવેશ માટે ટિકીટ, રાઈડ માટે ટિકીટ અને નાસ્તા પાણી કે ભોજન થકી લાખો-કરોડોના નાણાકીય વ્યવહારો થતા હશે. છતાં પણ ગ્રાહકોને બીલ કે નાણા સ્વિકાર્યાની રિસિપ્ટ ગ્રાહકોને આપવામાં નથી આવતી.

ટિકીટમાં ઘાલમેલ શું છે ?

વળી મહત્વની એ વાત છે કે, ગ્રાહક પૈસા ચૂકવે એટલે ટિકીટ કે રિસિપ્ટ ગ્રાહકના બદલે ત્યાં ઉભેલા અન્ય ઈસમોને આપી દેવામાં આવે છે. પરંતુ જ્યારે ગ્રાહકો ટિકીટની માગણી કરે તો કોઈ ભોગે તે ટિકીટ આપવામાં નથી આવતી. ખુબ રકઝક કર્યા બાદ અગર ટિકીટ આપી પણ દેવાય તો તેને નાશ કરી બાદમાં ગ્રાહકને પકડાવી દેવામાં આવે છે.

મેળા સંચાલક શું કહે છે ?

ખાનગી મેળા સંચાલકો દ્વારા આવું કેમ કરવામાં આવે છે તેનું સત્ય તો મેળાના સંચાલકો જ જણાવી શકે છે. જે તેમણે જણાવ્યું નથી. આ બાબતે મેળામાં હાજર નીલેશ તુરખીયા નામના વ્યક્તિએ પોતાને મેળાનો માલીક જણાવતા કહ્યું હતું કે, તેઓએ બે કોપી નથી છપાવી ટિકીટ એટલે નથી આપતા, રાજકોટ લોકમેળામાં પણ ટિકીટ નહોતા આપતા, દેશમાં ક્યાંય ટિકીટ ગ્રાહકોને નથી આપતા અને આખરે કે અમે ગ્રાહકને ટિકીટ નથી આપતા પણ પ્રવેશન અને રાઈડ તો કરાવીએ જ છીએ તેવા કારણો રજૂ કર્યા હતા.

સત્યમંથન કરશે ખાનગી મેળાના સત્યનું મંથન

ગ્રાહકોન ચૂકવણાની રસીદ, પાસ કે ટિકીટ નહીં આપવા પાછળનું રહસ્ય શું છે તે હવે જવાબદાર અધિકારીઓ અને વિવિધ કરવેરા શાખાઓના અધિકારીઓના સંપર્ક બાદ જ ખ્યાલ આવી શકે છે. પરંતુ આજરોજ ગણેશચતુર્થીના તહેવારની રજા બાદ આવતી કાલે ચાલુ દિવસે સત્યમંથન અધિકારીઓનો સંપર્ક કરી ‘સત્યનું મંથન’ કરી આ મામલો કારસ્તાન છે કે કોઈ કાયદેસર જોગવાઈ તે ઉજાગર કરવા પ્રયાસ કરશે.

ગ્રાહકોએ દેશ માટે આટલું તો કરવું જ જોઈએ

દેશના વિકાસ માટે કર એટલે કે ટેક્સ મુખ્ય આવક હોય છે પણ જ્યારે ગ્રાહકોને બીલ નથી આપવામાં આવતા કે બીલ નથી માગવામાં આવતા ત્યારે કરચોરીને પ્રોત્સાહન મળતું હોય છે. માટે દરેક વાંચકને અપીલ છે કે હંમેશા કોઈપણ જાતના ચૂકવણાનું બીલ, રસીદ કે ટિકીટ લેવાનો આગ્રહ રાખી દેશમાં થતી કરચોરીને અટકાવવા સહભાગી બનીએ.

Satyamanthan BULAND-min
આપની સમસ્યા મોકલી આપો સત્યમંથન ન્યૂઝને વોટ્સએપ પર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...