Rajkot News રાજકોટ : રાજકોટ શહેરમાં માથાભારે શખ્સો અને બુટલેગરો પર પોલીસની તવાઈ છેલ્લા કેટલાક દિવસથી વધુ સઘન થતી જણાય છે. એવામાં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા બે શખ્સો વિરૂધ્ધ પાસાના અટકાયતી પગલા લેવા માટે પોલીસ કમિશનરને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત પર રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મંજૂરી મહોર મારતા બંને શખ્સોને અટક કરી પાસા [PASA] તળે જેલમાં મોકલી દેવાયા છે.
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન [Bhaktinagar Police Station] દ્વારા સુતા હનુમામ મંદિર પાસે આમદસાપીરની દરગાહમાં રહેતા કથિત રીતે માથાભારે શખ્સ અફજલ ઉર્ફે બાપુ યાશીનભાાઈ કાદરી ઉંમર વર્ષ 26ને વડોદરા જેલ ખાતે મોકલી દેવાયા છે. સાથે જ કથિત રીતે દારૂના આરોપી બુટલેગર ધવલ ઉર્ફે શીવ બકુલભાઈ વડનગરા ઉંમર વર્ષ 29ને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટક કરી મોકલી દેવાયો છે.
2 શખ્સોને પાસા હેઠળ જેલમાં મોકલી કાર્યવાહી કરતું ભક્તિનગર પોલીસ સ્ટેશન: રાજકોટ Rajkot News
અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, પ્રિવેન્સન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ હેઠળ થયેલી આ કાર્યવાહી કરી પાસ હેઠળ મોકલવાની કાર્યવાહી રાજકોટ શહેર પોલીસના ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.એલ. ચાવડા અને પી.સી.બી. ઈન્સપેક્ટર જે.ડી. ઝાળા તથા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.એન રાયજાદા, એ.એસ.આઈ. નિલેષભાઈ મકવાણા અને હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ પરમાર સહિતનાઓ દ્વારા કરવામાં આવેલ છે.