Rajkot News : રાજ્યભરમાં આંગણવાડી વર્કર્સ (Anganwadi Worker Protest) બહેનો પડતર માગણીઓને લઈ વિરોધ અને હડતાળ કરી રહ્યાં છે.ત્યારે રાજકોટમાં 9 તાલુકાના આંગણવાડી વર્કર્સ બહેનોએ મોટી સંખ્યામાં સતત બીજા દિવસે પણ ધરણા પ્રદર્શન કરી ICDC કચેરી ખાતે આવેદન પાઠવ્યું હતું.
મુખ્યમંત્રીને સંબોધી બહેનોએ 9 માગણીઓ કરી છે જે મામલે ગતરોજ સરકારે બેઠક યોજી 19 તારીખ સુધીનો સમય માગ્યાની માહિતી આંગણવાડી કર્મચારી સંગઠનના રાજકોટ પ્રમુખ સંગીતાબહેને જણાવ્યું હતું.
શું કહે છે યુનિયનના પ્રમુખ
સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, ‘અમારા સંઘના પ્રમુખ ગતરોજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મનીષાબેન વકીલ અને કે. કૈલાશનાથ સાથેની બેઠકમાં હાજર રહ્યાં હતા. જેમાં સરકારનું વલણ પોઝિટીવ છે છતાં તેમણે 19 તારીખ સુધીનો સમય માગ્યો છે. માટે અમે અમારી હડતાળ સમેટીએ છીએ પણ અમારી ઓનલાઈન સ્ટ્રાઈક સરકાર નિર્ણય નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે.’
આ કામ તો નિર્ણય નહીં થાય ત્યાં સુધી નહીં કરે બહેનો

રાજકોટમાં મોટી સંખ્યામાં હાજર રહેલા આંગણવાડી વર્કર્સ બહેનોએ આવાજ દો હમ એક હે ના નારા સાથે પોતાની માગણી માટે અવાજ ઉઠાવ્યો હતો. જેમાં તેઓએ સરકારે ગતરોજ કરેલી બેઠક બાદ બાળકોને પરેશાની નહીં થાય તે માટે આંગણવાડીમાં 3 કલાક કામ કરવાનો નિર્યણ કર્યો છે. પરંતુ તેઓ મોબાઈલની કોઈ કામગીરી નહી કરે તેવું પણ સ્પષ્ટ જણાવ્યું હતું.
બુલંદ અવાજ: સરકારને આ યુવાન વિદ્યાસહાયકની ભરતી મામલે શું કહે છે જૂઓ
