Homeગુજરાતરાજકોટરાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાંથી 2 મહિલા આરોપી નાસી છુટી

રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાંથી 2 મહિલા આરોપી નાસી છુટી

-

રાજકોટ ન્યુઝ : આજરોજ તારીખ 12 ઑગસ્ટના રોજ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન (Pradyuman Nagar Police Station Rajkot) માંથી બે મહિલા આરોપી નાસી છુટી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ચોરીના આરોપ સબબ પકડાયેલી મહિલા હાજર લોકરક્ષક દળના મહિલાની નજર ચૂકવી નાસી ગઈ હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસે નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ (Rajkot)માં ગત તારીખ 10 ઑગસ્ટના રોજ પંચનાથ પ્લોટ વિસ્તારમાંથી બે મહિલાઓ રૂપિયા 7 હજારની ચોરી કરી નાસી ગઈ હતી. જે મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી હિમાલભાઈ વિશ્વકર્માએ ફરિયાદન નોંધાવી હતી. જે ગુનાના આરોપ સર પકડાયેલી બે મહિલા આરોપી કાજલબેન કાનાભાઈ દાતણીયા કોટ શહેર અને પુજાબેન કાનાભાઈ દાતણીયા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીની નજર ચૂકવી સવારના સમયે નાસી ગઈ છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલાઓને પોલીસ કસ્ટડીમાં હોય પીએસઓ રૂમની પાછળ આવેલા રૂમમાં રાખવામાં આવી હતી. દરમિયાન સવારના સમયે રૂમની સાફ સફાઈના કારણે બંને મહિલા આરોપીઓને બહાર લાવી પીએસઓના ટેબલની સામે બેસાડી હતી. જ્યાંથી બંને આરોપીઓ લોકરક્ષક દળના મહિલા કર્મચારીની નજર ચૂકવી નસી ગઈ હતી.

પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલાના નાસી જતા ભારતીય દંડ સંહિતાની કલમ 224 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો- કેજરીવાલ સરકારની કળા ? દિલ્હીના દાવા ખુલ્લા પાડતો અહેવાલ

Must Read