Homeગુજરાતરાજકોટરાજનીતિના કલાસ કરાવશે નરેશ પટેલ; શું દુઃખે પેટ કુટે માથું જેવી સ્થિતિ...

રાજનીતિના કલાસ કરાવશે નરેશ પટેલ; શું દુઃખે પેટ કુટે માથું જેવી સ્થિતિ ?

-

Tushar Basiya (Rajkot): રાજકોટમાં લેઉવા પટેલ આગેવાન અને ખોડલધામના(Khodaldham) પ્રણેતા નરેશ પટેલ(Naresh Patel) પત્રકાર પરિષદ કરી રાજકીય કુકરી ગાંડી કરવા માટે જાણીતા છે.

નરેશ પટેલે આજે ફરી પત્રકાર પરિષદ બોલાવી જેમાં તેમણે રાજનીતિના કલાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત રાજકીય વિશ્લેષકો દબાણ સર્જવાની રાજનીતિની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે.

લેઉઆ પટેલ(Leva Patel) આગેવાન નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તેવી અટકળોને વારંવાર પત્રકાર પરિષદ યોજી વેગ આપી આખરે નરેશ પટેલે સ્પષ્ટ ના ભણી દીધી હતી.

બાદમાં આજે રાજકોટમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને, ભાજપના ધનસુખ ભંડેરી, મનહર પટેલ તેમજ ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિત કેટલાક નેતાઓની ઉપસ્થિતમાં એક પત્રકાર પરિષદ નરેશ પટેલ દ્વારા યોજાય હતી. આ પરિષદમાં તેમને સરદાર ભવનમાં રાજનીતિના શિક્ષણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

રાજનીતિના શિક્ષણની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે, ભારતભરમાં સામાજિક સંસ્થાના નેજા હેઠળ રાજનીતિના કલાસ શરૂ કરવામાં આવશે. જેમ ડૉકટર અને ઈજનેર બનવા માટે કોર્ષ થાય છે તેમ રાજકારણ માટે પણ ગણિત હોય છે.

વધુ સમાચાર: શાળા નંબર 93ના આચાર્યાના ગંભીર આક્ષેપો મામલે વિશેષ અહેવાલ

વધુ સમાચાર: જેતપુરમાં ચા-પાનની દુકાનમાં દારૂનો પણ થતો હતો ધંધો

આ પ્રકારે રાજકીય એરિથમેટિકથી યુવાનો નેતૃત્વ પૂરું પાડે તે જરૂરી છે. તેઓએ રાજકીય ક્લાસમાંથી અભ્યાસ કરનાર કોઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બને તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

સાથે જ રાજકોટની વિધાનસભા ચૂંટણીની ટીકીટ મામલે નરેશ પટેલે જણાવ્યું કે, હક્કદાર હોઈ તેને તેનો હકક મળવો જોઈએ, હું કોઈ સીટ ના ફિગર માં પડવા નથી માંગતો. જેના કારણે વિધાનસભા પહેલા નરેશ પટેલ ફરી રાજકીય પોઇન્ટ હિટ કરી કુકરી ગાંડી કરતા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે.

નરેશ પટેલની અગાઉ રાજકારણમાં આવવું કે નહીં તે સંદર્ભે અવારનવાર થતી પત્રકાર પરિષદના કારણે લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે, ‘દુઃખે પેટ અને કુટે માથું’ જેવી સ્થિતિ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...