રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા ખાણી-પીણીના ધંધાર્થી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં 26 ખાણી-પીણીના ધંધાર્થીઓના સ્થળ ચકાસવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 3 કિલોગ્રામ એક્પાયર થયેલા ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના વન વીક વન રોડ ઝુંબેશ થકી વિવિધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં સાધુવાસવાણી રોડ વિસ્તારમાં ઝુંબેશ મુજબ કાર્યવાહી કરી 26 ખાણી-પીણીના સ્થળોની ચકાસણી કરી 12 વેપારીઓને લાયસન્સ અને સ્ટોરેજની નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત વાસી અને અખાદ્ય વસ્તુઓ મળી આવતા 3 કિલોગ્રામ સામગ્રીનો નાશ પણ કરવામાં આવ્યો હતો.
રાજકોટના વાવડી ગામ પાસેના 80 ફૂટ રોડ પર પણ ખાણી-પીણી મામલે ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ ઓન વ્હિલ્સ વાન સાથે વાવડી ગામમાં થયેલી ચકાસણીમાં દૂધ, ઠંડાપીણા, આઈસ્ક્રીમ અને મીઠાઈની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર 12 ખાદ્ય પદાર્થોના નમૂનાની ચકાસણી કરી હતી. દરમિયાન 16 કિલોગ્રામ જેટલી અખાદ્ય અને એક્સપાયર થેયલી ચીજ-વસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ RMC દ્વારા ખાણી-પીણીના વ્યવસાયીકો સામે કરવામાં આવેલી કાર્યવાહી.
- ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી:
- સહજાનંદ ડેરી ફાર્મમાંથી સંગ્રહિત 1.5 કિલોગ્રામ વાસી ડ્રાઈફ્રૂટ શિખંડ, 3 કિલોગ્રામ આઇસકેન્ડી અને 1 કિલોગ્રામ એક્સપાયરી ખજૂરનો નાશ કરવામાં આવ્યો.
- રાધિકા ડેરી ફાર્મમાંથી 21 પેક (8.5 લી.) એક્સપાયરી ડેટ વાળી પેક્ડ છાસ મળી આવી હતી. અને 1.5 કિલોગ્રામ આઇસકેન્ડીનો જથ્થો મળી આવ્યો હતો. તમામ સામગ્રીન નાશ કરવામાં આવ્યો.
ફૂડ વિભાગે નોટીસ અને અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ
- પટેલ જમાવટ પાઉંભાજીમાં 2 કિલોગ્રામ વાસી સંભારાનો નાશ અને સ્ટોરેજ અંગે નોટિસ
- મોમ્સ ફેન્સી ઢોસામાં 1 કિલોગ્રામ વાસી પાસ્તા અને ચીઝનો નાશ અને સ્ટોરેજ અંગે નોટિસ
લાઈસન્સ નોટીસની કાર્યવાહી
- બાલાજી પાનને લાઇસન્સ અંગે નોટિસ
- મોમાઇ પાનને લાઇસન્સ અંગે નોટિસ
- સત્યમ કોલ્ડ્રિંક્સને લાઇસન્સ અંગે નોટિસ
- શ્યામ કોલ્ડ્રિંક્સને લાઇસન્સ અંગે નોટિસ
- પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સને લાઇસન્સ અંગે નોટિસ
- પ્રાઇમ ટ્રેડિંગને લાઇસન્સ અંગે નોટિસ
- પી. પટેલ સેલ્સ એજન્સીને લાઇસન્સ અંગે નોટિસ
- જય ગાત્રાળ ડિલક્સ પાનને લાઇસન્સ અંગે નોટિસ
- નીલ પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સને લાઇસન્સ અંગે નોટિસ
- નેચરલ ડ્રાયફ્રૂટ એન્ડ ચોકલેટને લાઇસન્સ અંગે નોટિસ