Homeગુજરાતરાજકોટરૈયા વિસ્તારમાં બનતા એલ.આઈ.જી અને એમ.આઈ.જી પ્રકારના આવાસ સાઈટ અને નાનામવા રોડ...

રૈયા વિસ્તારમાં બનતા એલ.આઈ.જી અને એમ.આઈ.જી પ્રકારના આવાસ સાઈટ અને નાનામવા રોડ પરના સ્ટોર ની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

-

આવાસની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ફાળવણી માટેની પ્રક્રિયા આગળ ધપાવવા અને સ્ટોર ખાતે વર્ગીકૃત રેકર્ડ સાચવવા સંબંધિત અધિકારીઓને સૂચના પણ અપાઈ

રાજકોટ તા.23, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-૯મા બની રહેલા રૈયા વિસ્તારમાં બનતા એલ.આઈ.જી અને એમ.આઈ.જી પ્રકારના આવાસ સાઈટની મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૨૩-૦૯-૨૦૨૧ના રોજ સવારે મુલાકાત લઈ આવાસ પ્રોજેક્ટસની પ્રગતિ નિહાળી હતી. Rajkot municipal corporation raiya awas yojana LIG and MIG

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot municipal corporation raiya awas yojana LIG and MIG – visit Amit Arora

તેમજ આ બંને આવાસ યોજનાઓની કામગીરી ઝડપભેર પુરી કરી લાભાર્થીઓને તેની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવા સૂચના આપી હતી.એમ.આઈ.જી પ્રકારના આવાસ સાઈટ ખાતે શોપિંગ સેન્ટર પણ બનાવવામાં આવેલ છે. તેમાં ૩૪ દુકાનો બનાવાઈ છે. આ દુકાનોની હરાજીની પ્રક્રિયા શકય તેટલી ઝડપથી હાથ ધરવા કમિશનરએ સૂચના આપી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot municipal corporation raiya awas yojana LIG and MIG – visit Amit Arora

અત્રે એ નોંધનીય છે કે, એલ.આઈ.જી. પ્રકારની આવાસ યોજનામાં ૧૪૪ અને રૈયા ઉપરાંત મવડી અને વાવડી ખાતેની સાઈટ પર એમ.આઈ.જી. પ્રકારના કુલ ૧૬૪૮ આવસો બનાવવામાં આવી રહયા છે.
દરમ્યાન કમિશનરએ આજે નાનામવા મેઈન રોડ પર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્ટોરમાં જે તે શાખાનું વર્ગીકૃત રેકર્ડ વ્યવસ્થિત ઢબે સાચવવામાં આવે તે પ્રકારે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવેલ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot municipal corporation raiya awas yojana LIG and MIG – visit Amit Arora


આ મુલાકાત દરમ્યાન ડી.એમ.સી. એ.આર.સિંહ, સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રા, ટીપીઓ એમ.ડી.સાગઠીયા, પી.એ.(ટેક)ટુ કમિશનર રસિક રૈયાણી, સહાયક કમિશનર એચ.કે.કગથરા, ડેપ્યુટી એન્જિનિયર પરેશ પટેલ, આસી. મેનેજર ઉનાવા વગેરે હાજર રહયા હતાં

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...