Homeગુજરાતરાજકોટસિંગલ યુઝ પ્લાસ્ટિક પર રાજકોટ મનપાની તવાઈ શરૂ, વેપારીઓને ત્યાં ચેકિંગ

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર રાજકોટ મનપાની તવાઈ શરૂ, વેપારીઓને ત્યાં ચેકિંગ

-

રાજકોટ : દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ (Plastic Ban) કર્યા બાદ RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા કડક હાથે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે 1 જૂન શુક્રવારના રોજ RMC દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા. RMCના અધિકારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના કપ, ગ્લાસ સહિતના ચીજવસ્તુનો 25 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો.

RMCના ચેકિંગ દરમિયાન 8.990 કિલોગ્રામ પ્લાસ્ટિકના કપ તેમજ 8.660 કિલોગ્રામ ગ્લાસ અને 8.480 કિલો સિંગલયુઝ પ્લાસ્ટિક (Single Use Plastic)ની ઝબલાનો જથ્થો કબ્જે કરાવમાં આવ્યો હતો. RMCની ટીમ દ્વારા રીટેઈલર વેપારી તેમજ અન્ય વેપારીઓને ત્યાં પણ ચેકિંગ કરાવમાં આવી રહ્યું છે.

ગત શુક્રવારના રોજ સવારથી જ RMC (Rajkot Municipal Corporation)ની ટીમોએ ચાની હોટલ, લારી, ફેરિયા, ખાણી-પીણીના વેપારી તેમજ હોલસેલરોને ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના આદેશને પગલે દરેક રાજ્ય અને શહેરોમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધના નિયમનો અમલ શરૂ થયો છે. જેના પગલે રાજકોટ શહેરમાં પણ શુક્રવારે કોર્પોરેશનની ટીમે શહેરના જુદા-જુદા પ્લાસ્ટિકની વસ્તુનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ કર્યું હતું અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુનો જથ્થો જપ્ત કર્યો હતો.

નવા નિયમ પ્રમાણે આજથી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલા ઉત્પાદનો સંગ્રહ, આયાત, વેચાણ કે વિતરણ પર પ્રતિબંધ લગાવાયો છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સક્રિય રીતે કાર્યવાહી શરૂ કરી હોય તેમ જણાય છે.

Must Read